Simsa mata mandir

Simsa Mata Mandir: એવુ અનોખું માતાજીનું મંદિર, જ્યાં પ્રટાંગણ પર ઊંઘતા જ નિસંતાન મહિલા થઈ જાય છે પ્રેગ્નન્ટ…

Simsa Mata Mandir: આ મંદિરની અદભૂત વાર્તાઓના કારણે આ મંદિરને “સંતાન દાતા” પણ કહેવાય છે

whatsapp banner

ધર્મ ડેસ્ક, 18 એપ્રિલ: Simsa Mata Mandir: આપણા દેશમાં હજારો મંદિરો આવેલ છે જે ઘણા બધા ચમત્કાર માટે જાણીતા છે. પરંતુ શું તમે હિમાચલના આ મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં માત્ર ઉઘવાથી જ સ્ત્રીઓ સગર્ભા થઇ જાય છે. આ મંદિરની અદભૂત વાર્તાઓના કારણે આ મંદિરને “સંતાન દાતા” પણ કહેવાય છે. જો કે વિજ્ઞાનને પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે તો અહી જાણો આ મંદિર વિશે-

આ પણ વાંચો:- Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

માનવામાં આવે છે કે હિમાચલના મંડી જિલ્લામાં આવેલ લડ-ભડોલ તાલુકાના સિમસ ગામમાં એક દેવીનું મંદિર છે. જ્યાં તેવી માન્યતા છે કે નિસંતાન મહિલાઓના પ્રટાંગણ પર ઊંઘવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે નવરાત્રીમાં હિમાચલના પાડોશી રાજ્યો પંજાબ હરિયાણા અને ચંદીગઢથી એવી હજારો મહિલાઓ જેના બાળક નથી આ મંદિરના દર્શને આવે છે. આ મદિરને “સંતાન દાતા”ના નામથી પણ ઓળકવામાં આવે છે.

આ મંદિર હિમાચલ પ્રદેશની મંડી જીલ્લાના લડ-ભડોલ તાલુકાનાના સિમસ નામના સુંદર સ્થળ પર આવેલું છે. જે મંદિર માતા સિમસાના નામથી દૂર-દૂર સુધી પ્રખ્યાત છે. માતા સિમસા અથવા દેવી સિમસાને સંતાન-દાત્રિ નામ દ્વારા પણ ઓળખાવામાં આવે છે. દરેક વર્ષે અહીં નિસંતાન દંપતિ સંતાન મેળવવાની ઇચ્છા સાથે માતાના દરબારમાં આવે છે. નવરાત્રીમાં થનાર આ વિશેષ ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવાય છે. સલિન્દરાનુ અર્થ સપનો આવવું થાય છે.

માન્યતા અનુસાર જો કોઈ સ્ત્રી સપનામાં કોઈ કંદ-મૂળ અથવા ફળ પ્રાપ્ત કરે છે. તો તે સ્ત્રીને સંતાનનુ વરદાન મળે છે. અહીં સુધી પણ કેહવામાં આવે છે કે દેવી સિમસા આવનારી સંતાનની લિંગ-નિર્ધારણનુ સંકેત પણ આપે છે. જેમ કે જો કોઈ સ્ત્રીને જામફળનુ ફળ મળે તો સમજવું કે છોકરો થશે. જો કોઈને સપનામાં ભિંડી પ્રાપ્ત થાય તો સમજવું કે તેને સંતાન તરીકે છોકરી થશે. જો કોઈને મેટલ લાકડું અથવા પત્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો તે સમજાવે છે કે તેને સંતાનો સુખ નથી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો