weather update

Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી વરસાદ અને બરફવર્ષાની આગાહી, આ વિસ્તારોમાં અપાયુ ઓરેન્જ એલર્ટ

Weather Forecast: હવામાન આગાહી મુજબ, મુજબ એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચશે અને તેના પ્રભાવથી અહીં ભારેથી અતિ ભારે બરફવર્ષા સાથે વરસાદ પડશે.

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી એકવાર હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે.

હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટના જણાવ્યાં મુજબ એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચશે અને તેના પ્રભાવથી અહીં ભારેથી અતિ ભારે બરફવર્ષા સાથે વરસાદ પડશે. 19થી 21 ફેબ્રુઆરી વચ્ચે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ  પડી શકે છે.

આ પણ વાંચોઃ ISRO Launch INSAT-3DS Today: આજે ઇસરો હવામાન ઉપગ્રહ INSAT-3DSનું લોન્ચિંગ કરશે, જેનાથી મળશે કુદરતી આફતોની જાણકારી

રાજસ્થાન અને દિલ્હીમાં 19 અને 20 ફેબ્રુઆરીના રોજ વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. 21 ફેબ્રુઆરીના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળના ઉત્તરી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતનું હવામાન સૂકું રહેશે. 

ગુજરાત વિશે વાત કરીએ તો, રાજ્યમાં હવામાન સૂકું રહેશે. ગુજરાતમાં હવે વેધર એક્ટિવિટી જોઈએ તો ઉપરની બાજુ એટલે કે રાજસ્થાન વગેરે તરફ રહેશે. કચ્છનું રણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ સહિત મોટાભાગના વિસ્તારો સૂકા રહેશે. તાપમાન ધીરે  ધીરે વધશે. દિવસે ગરમી વધશે જ્યારે સવારે અને સાંજે વાતાવરણ હજુ પણ આહ્લાદક જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો