chirag pashwan

Resignation of 22 leaders in Bihar: ચિરાગ પાસવાન થી નારાજ થયેલા 22 નેતાઓએ આપ્યા રાજીનામા- વાંચો વિગત

Resignation of 22 leaders in Bihar: રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી પાંચ બેઠક પર ચૂંટણી લડી રહેલી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ (LJPR)ને મોટો ઝટકો લાગ્યો

whatsapp banner

નવી દિલ્હી, 04 માર્ચઃ Resignation of 22 leaders in Bihar: બિહારમાં ફરી રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી પાંચ બેઠક પર ચૂંટણી લડી રહેલી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ (LJPR)ને મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવાય છે કે, પાર્ટીના લગભગ બે ડઝન નેતાઓએ ચિરાગ પાસવાનથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં પ્રદેશ સ્તરના પદાધિકારીઓ પણ સામેલ છે. આમાંથી કેટલાકે ચિરાગ પર ટિકિટ વહેંચવાનો આક્ષેપ કર્યો

આ પણ વાંચો:- Gaurav Vallabh Join BJP: કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભનું હૃદય પરિવર્તન, ભાજપમાં જોડાયા

મળતા અહેવાલો મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈ LJPRના 22 રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓએ રાજીનામું આપ્યું છે. ચિરાગ પાસવાને પાર્ટીને સમર્પિત થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓના બદલે બહારના ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય કરતા આ નેતાઓ નારાજ થયા છે. એવું કહેવાય છે કે, રાજીનામું આપનાર બળવાખોર સાંસદ વીણા દેવીને વૈશાલી બેઠક પરથી ફરી ઉમેદવાર બનાવાતા પણ નેતાઓ નારાજ થયા છે.

એલજેપીઆર છોડનારા નેતાઓમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેણુ કુશવાહા, રાષ્ટ્રીય મહાસચિવ સતીશ કુમાર, પ્રદેશ સંગઠન સચિવ ઈ.રવિન્દ્ર સિંહ, નેતા અજય કુશવાહા, પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય સિંહ, પ્રદેશ મહાસચિવ રાજેશ દાંગી અને અન્ય નેતાો સામેલ છે. આ તમામ નેતાઓએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં તેમણે ચિરાગ પર ટિકિટ વહેંચવાનો પણ આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા બિહારમાં એનડીએમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટ શેયરિંગની સમજૂત થઈ હતી, તે મુજબ ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે, તો નીતિશ કુમારની આગેવાની હેઠળની જેડીયુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત ચિરાગ પાસવાનની એલજેપી પાંચ બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહા ની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને HAM પાર્ટી એક-એક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો