Putin Modi

વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, હવે આ મહામારીના સમયે રશિયા(Russia) કરશે ભારતની મદદ- પીએમ મોદીએ આપી જાણકારી

નવી દિલ્હી, 29 એપ્રિલઃ દેશમાં કોરોનાના કારણે ભારતની ખરાબ થતી સ્થિતિ (Corona crisis in india) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના ખાસ મિત્ર રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે ફોન પર વાત થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી બનેલી ભયાનક સ્થિતિ સહિત અન્ય મુદ્દા પર બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ વિશે ટ્વીટ કરતા કહ્યુ- મારા મિત્ર પુતિન સાથે આજે શાનદાર વાત થઈ. અમે કોરોનાની સ્થિતિનો સામનો કરવાની ચર્ચા કરી. કોરોના મહામારી વિરુદ્ધ ભારતની લડાઈમાં સમર્થન માટે હું રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનુ છું. 

તેમણે આગળ કહ્યું કે, અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ ખાસ કરીને નાઇડ્રોજન ઇકોનોમી સહિત વકાશ સંશોધન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રો પર ચર્ચા કરી. સ્પૂતનિક-V વેક્સિન પર આપણો સહયોગ કોરોના મહામારી વિરુદ્ધ માનવતાના સંઘર્ષમાં મદદ કરશે. 

Russia

રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ-  બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રપતિ પુતિન અને મારા વચ્ચે 2+2 મંત્રી સ્તરીય વાર્ચા વિદેશ અને રક્ષા મંત્રીઓ સાથે થવા પર સહમતિ બની છે. 

Russia

આ પણ વાંચો….

રાહતઃ હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓએ પણ ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે પ્રવેશ મળશે