Ram sita 2104 e1707547260215

Sita Temple: અયોધ્યામાં રામ મંદિર પછી અહીં બનશે માતા સીતાનું મંદિર, વાંચો સંપૂર્ણ અહેવાલ…

Sita Temple: શ્રીલંકામાં ભગવાન શ્રીરામની પત્ની સીતાના મંદિરના નિર્માણ કરવામાં આવશેઃ મીડિયા રિપોર્ટ્સ

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ Sita Temple: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીના રોજ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યુું હતું. એક તરફ જ્યાં ભારતમાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી ભક્તો માટે મંદિર ખોલી દેવામાં આવ્યું છે. ત્યાં બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે શ્રીલંકામાં ભગવાન શ્રીરામની પત્ની સીતાના મંદિરના નિર્માણ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રીએ એક મીડિયા રિપોર્ટમાં કહ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લીધો છે. સીએમ યાદવે વધુમાં કહ્યું કે, અમે જૂની યોજનાઓ પર ફરી કામ કરવાનું વિચારી રહ્યા છીએ અને અમારો પ્રયાસ છે કે અમે અમારા યોગ્ય સંસાધનોના આધારે માતા સીતાના મંદિરના નિર્માણમાં ચોક્કસપણે પહેલ કરીશું.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ સરકાર ઘણા વર્ષોથી મંદિર બનાવવાનું વિચારી રહી છે. પરંતુ આ મુદ્દો 2016થી એમ જ પડ્યો છે. જો શ્રીલંકાની સરકાર આ મંદિર બનાવવા માટે સંમત થસે તો તેનાથી દેશમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે.

આ પણ વાંચો… Ajwain Water Benefits: સવારે-સવારે ચા કરતા પીવો અજવાઈનનું પાણી, થશે આ જબરદસ્ત ફાયદાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો