Soji laddu

Soji laddu: હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ‘સોજીના લાડુ’, આ રીતથી બનાવો ઘરે

Soji laddu: સોજીના લાડુ ખાવાની બહુ જ મજા આવે છે. તો જલદી નોંધી લો તમે પણ આ રીત અને આજે જ બનાવો ઘરે.

વાનગી, 01 જુનઃ Soji laddu: સોજીના લાડુ તમે ક્યારે પણ ખાધા છે? સોજીના લાડુ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. સોજીના લાડુ તમે આ માપથી બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. જો તમે ક્યારે પણ સોજીના લાડુ ઘરે બનાવ્યા નથી તો આ રીત તમારા માટે બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સોજીના લાડુ…

સામગ્રી

  • 4 કપ સોજી
  • 3 કપ ખાંડ
  • 2 કપ દૂધ
  • 3 કપ માવો
  • 1 કપ ઘી
  • ઇલાયચી
  • કાજુ
  • બદામ
  • નારિયેળ

આ પણ વાંચોઃ Congress money laundering case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગના કેસમાં સમન મોકલ્યા

બનાવવાની રીત

  • સોજીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો અને એમાં સોજી એડ કરો.
  • હવે આ સોજીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકો.
  • પછી આ કઢાઇમાં ઘી નાંખો અને ગરમ કરો.
  • ઘી ગરમ થઇ જાય એટલે માવા નાંખો અને આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો.
  • માવો થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને માવાને ઠંડો થવા દો.
  • ત્યારપછી કઢાઇમાં માવો, દૂધ, શેકેલી સોજી, કાજુ, બદામ અને ઇલાયચી નાંખો અને મિશ્રણને 20 મિનિટ સુધી થવા દો.
  • હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે એના ગોળ-ગોળ ગોળા વાળો અને લાડુ તૈયાર કરી લો.
  • પછી એક પ્લેટમાં કોપરાનું છીણ લો.
  • હવે આ લાડુને કોપરાની છીણમાં બોળી દો.
  • તો તૈયાર છે સ્વાદિષ્ટ સોજીના લાડુ.
  • આ સોજીના લાડુ તમે એકલા ખાઓ છો તો પણ ખાવાની બહુ જ મજા આવે છે.
  • આ સોજીના લાડુ તમે બાળકોને પણ ખવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ સોજીના લાડુ દરેક લોકોએ દિવસમાં એક ખાવો જોઇએ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Row-pack service: ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી

Gujarati banner 01