Compost prices will go down

Compost prices will go down: ખેડૂતો માટે સરકારે જોરદાર કામ કર્યું, ખાતરના ભાવ નીચે આવશે

Compost prices will go down: યુક્રેન પર રશિયાના હુમલાના વચ્ચે ખાતરના વધતાં ભાવોને લઈને ભારત જેવા કૃષિપ્રધાન દેશની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા વિશ્વમાં ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે અને પ્રતિબંધોના કારણે હવે તે વૈશ્વિક બજારમાં ખાતર મોકલી શકતું નથી.

નવી દિલ્હી, 01 જૂનઃ Compost prices will go down: યુક્રેન પર રશિયાના હુમલાના વચ્ચે ખાતરના વધતાં ભાવોને લઈને ભારત જેવા કૃષિપ્રધાન દેશની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા વિશ્વમાં ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે અને પ્રતિબંધોના કારણે હવે તે વૈશ્વિક બજારમાં ખાતર મોકલી શકતું નથી. જેનાથી ખાતરની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.

ત્યારે હવે ભારત માટે આ તમામની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ભારતે રશિયા પાસેથી ખાતરની મોટી સપ્લાઈને અંતિમ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષો સુધી ચાલે તેટલા ખાતરના સ્ટોકની વાતચીતને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 

વસ્તુ વિનિમય પ્રણાલી અંતર્ગત વેપાર થશે

યુક્રેન પર હુમલાને લઈને રશિયા પર પ્રતિબંધો લાગેલા છે, જેના કારણે તે ડોલરમાં વેપાર કરી શકતા નથી. રશિયા સાથે વેપારને લઈને અમેરિકાએ ઘણી વાર ભારતને આડકતરી રીતે ચેતવણી આપવાની કોશિશ કરી છે, પણ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે, તેના માટે દેશ હિત પહેલા અને તે જ રીતે પોતાની નીતિ નિર્ધારિત કરશે.

આ પણ વાંચોઃ Soji laddu: હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ‘સોજીના લાડુ’, આ રીતથી બનાવો ઘરે

પશ્ચિમી દેશોના આકરા પ્રતિબંધોના કારણે ભારત રશિયા વેપાર માટે વસ્તુ વિનિમય સિસ્ટમ અપનાવી રહ્યા છે. જે અંતર્ગત ભારત રશિયા પાસેથી ખાતર ખરીદશે. બદલામાં રશિયા તે જ કિંમતમાં ચા, ઉદ્યોગનો કાચો માલ અને ઓટો પાર્ટ્સ આપશે.

ભારત ખાતાર માટે અન્ય દેશો પર નિર્ભર

ભારતની મોટી ભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. ભારતની 2.7 અબજ ડોલરની અર્થવ્યવસ્થામાં કૃષિનો 15 ટકા ભાગ છે. રશિયા યુક્રેન યુદ્ધથી ખાતરની આવક પર અસર પડી રહી છે, જેના કારણએ ખેડૂતોને ભારે માર વેઠવાનો વારો આવ્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Congress money laundering case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગના કેસમાં સમન મોકલ્યા

Gujarati banner 01