Sweet potato Chaat

Sweet potato Chaat: શક્કરિયામાંથી બનાવો આ ચટપટી સ્વાદિષ્ટ ચાટ, ડાયાબિટીસના લોકો પણ પેટ ભરીને ખાઇ શકશે

Sweet potato Chaat: શક્કરિયાની ચાટ તમે બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે હેલ્દી સાબિત થાય છે

અમદાવાદ, 07 જાન્યુઆરી: Sweet potato Chaat: તમે ક્યારે પણ ઘરે શક્કરિયાની ચાટ બનાવી છે? શક્કરિયાની ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. ખાસ કરીને શક્કરિયા શિયાળાની સિઝનમાં એકદમ ફ્રેશ આવે છે. શક્કરિયામાં નેચરલ મીઠાસ હોય છે. શક્કરિયા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. શક્કરિયામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.

શક્કરિયાની ચાટ તમે બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે હેલ્દી સાબિત થાય છે. સામાન્ય રીતે મોટાભાગે લોકો શક્કરિયામાંથી શાક, સાબુદાણાની ખીચડીમાં તેમજ બીજી અનેક ફરાળી વાનગીઓ બનાવતા હોય છે, પરંતુ તમે પણ એક વાર ઘરે શક્કરિયાની ચાટ બનાવો. તો નોંધી લો આ રીત.

સામગ્રી:

  • બે કપ બાફેલા શક્કરિયા
  • એક નાની ચમચી કાળા મરી પાવડર
  • અડધી ચમચી આમચૂર પાવડર
  • અડધી ચમચી લીંબુનો રસ
  • સિંધાલુ મીઠું

બનાવવાની રીત:

શક્કરિયાની ચાટ બનાવવા માટે સૌ પ્રથમ શક્કરિયાને બે પાણીથી ચોખ્ખા ધોઇ લો. પછી પ્રેશર કુકર તેમજ માટલીમાં શક્કરિયાને બાફી લો. તમે માટલીમાં શક્કરિયા બાફો છો તો એની મીઠાસ સારી આવે છે, જ્યારે કુકરમાં બાફવાથી એની નેચરલ મીઠાસ જતી રહે છે અને ફિકા લાગે છે. માટલીમાં શક્કરિયા બાફવા માટે સૌ પ્રથમ શક્કરિયા ધોઇને માટલીમાં નાંખો અને પછી માટલીને ગેસ પર મુકી દો અને ફ્લેમ ધીમી રાખો.

શક્કરિયા સારી બફાઇ જાય એટલે એને એક પ્લેટમાં લઇ લો. હવે શક્કરિયાની છાલ કાઢી લો. છાલ કાઢેલા શક્કરિયાના નાના કટકા કરી લો અને એક બાઉલમાં લઇ લો. આ શક્કરિયામાં કાળા મરીનો પાવડર, આમચૂર પાવડર અને સિંધાલુ મીઠું નાંખો. આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

વસ્તુઓ મિક્સ થઇ જાય પછી ઉપરથી લીંબુનો રસ નાંખો અને મિક્સ કરી લો. તો તૈયાર છે શક્કરિયાની ચટપટી ચાટ. આ ચાટને તમે ટેસ્ટી અને વધારે ચટાકેદાર બનાવવા ઇચ્છો છો તો લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને ચપટી જીરું પાવડર નાંખો. આ ચાટમાં તમે ઇચ્છો છો તો મસાલા સિંગ અને દાડમના દાણા પણ નાંખી શકો છો. આ પણ ખાવાની મજા આવે છે. શક્કરિયાની ચાટ દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર ખાવી જોઇએ.

આ પણ વાંચો: WR GM meeting with MLA: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે અમદાવાદ-વડોદરા કાર્યક્ષેત્રના સાંસદો સાથે બેઠક કરી…

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો