pagpala sangh 6

Ambaji 1111 gajni dhaja: દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજ ની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો..

Ambaji 1111 gajni dhaja151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજા ને માતાજી ના મંદિરે ચઢાવામા આવી હતી જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તાર નો આસ્થા નું પ્રતીક માનવામાં આવી રહ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ સપ્ટેમ્બર:
Ambaji 1111 gajni dhaja: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ગત વર્ષે કોરોના ની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમ નો મેળો મુલતવી રખાયો હતો જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમનજસ્તા વચ્ચે યાત્રીકો એ વહેલી પદયાત્રા શરૂ કરી છે ને મેળા શરૂ થવાના પહેલે જ માતાજી ના દર્શને પહોંચી નવરાત્રી માટે નું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજી માં યાત્રિકો નો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે

Ambaji 1111 gajni dhaja: આજે અંબાજી પંથક માં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લા ના લીમખેડા થી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજ ની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો ને જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજા ને માતાજી ના મંદિરે ચઢાવામા આવી હતી જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તાર નો આસ્થા નું પ્રતીક માનવામાં આવી રહ્યું છેને નવરાત્રી માં માં અંબે ને તેડુ આપવા અંબાજી પહોતી ગયા છે

જોકે કોરોના ની ત્રીજી લહેર ની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહીં કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી પણ મેળો મુલતવી રહે ને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓ ને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વેજ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે ને જે હાલ અંબાજી માં મેળા જેવોજ માહોલ જોવામલી રહ્યો છે ને સાથે જ્યાં મેળો 14 સપ્ટેમ્બરે શરૂ થવાની શક્યતાઓ પૂર્વેજ અરવલ્લી ની ડુંગરીઓ વચ્ચે પસાર થતા અંબાજી ના માર્ગો બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજવા લાગ્યા છે અને અનેક સંઘો ના પદયાત્રીઓ માતાજી નો રથ ખેંચી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ને એક ટેક પુરી કરવા અંબાજી પહોચી રહ્યા હોય તેવો ઉત્સાહ પદયાત્રીઓ માં જોવા મળી રહ્યો છે

આ પણ વાંચો…Jio internet users: રિલાયન્સ નો દાવો: જિયોના કારણે ગુજરાતમાં પાંચ વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સમાં અઢી ગણો વધારો

એટલુંજ નહીં મેળો યોજાશે કે કેમ મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગે ની જાહેરાત મંદિર ટ્રસ્ટ એ કે સરકારે વહેલા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી જેથી સેંકડો કિલોમીટર દૂર થી પદયાત્રા નું આયોજન કરનારાઓ ને જાણ થઇ શકે જોકે આવા પદયાત્રીઓ ની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત થતા હોય છે પણ ચાલુ વર્ષે પદયાત્રીઓ તો અંબાજી જઈ રહ્યા છે પણ રસ્તા માં એક પણ સેવા કેમ્પ નથી

Ambaji 1111 gajni dhaja

હાલ માં મેળા ની કોઈ પણ પ્રકાર ની જાહેરાત કરાઈ નથી બીજી તરફ પદયાત્રીઓ સંઘ સાથે માતાજી ના રથ લઈ અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટે ની સુવિધા ને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે જોકે મંદિર ની તૈયારીઓ ને જોતા મેળો યોજાશે કે કેમ તે એક જ્યેષ્ઠ પ્રશ્ન બની રહ્યો છે જોકે આ બાબતે હાજી મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ કઈ પણ કહેવા તૈયાર નથી.

Whatsapp Join Banner Guj