kangana image 600x337 1

kangana says about film release in multiplex: ફિલ્મ ‘થલાઇવી’ રિલીઝને લઇ, કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક વીડિયો શૅર કર્યો- જુઓ વીડિયો

kangana says about film release in multiplex: મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર ‘બેલ બૉટમ’ અને અમિતાભ બચ્ચનની ‘ચેહરે’ જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું

બોલિવુડ ડેસ્ક, 0૪ સપ્ટેમ્બરઃ kangana says about film release in multiplex: બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ‘થલાઇવી’ રિલીઝ માટે તૈયાર છે, પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં કેટલીક મુશ્કેલીઓ હોવાનું જણાય છે. હવે આ સમગ્ર મામલે કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક પોસ્ટ શૅર કરી છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: મનિષ નરવાલે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ, આ સાથે ભારતે કુલ 15 મેડલ મેળવ્યા

કંગનાએ લખ્યું : કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાને સપોર્ટ કરો. સિનેમાઘરોમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એવી કેટલીક ફિલ્મો છે જે થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના ધરાવે છે. મારી ફિલ્મના નિર્માતા @vishnuinduriની જેમ @ashaileshrsingh ઘણું સમાધાન કરવાનું વિચારે છે અને થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું જોખમ લે છે. લોકોના સિનેમા(kangana says about film release in multiplex) પ્રત્યેના પ્રેમના કારણે જ આ શક્ય બન્યું છે. 

આ પણ વાંચો…Vatan prem yojana:સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નીંગ બોડીની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

અહેવાલો અનુસાર મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર ‘બેલ બૉટમ’ અને અમિતાભ બચ્ચનની ‘ચેહરે’ જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે ‘થલાઇવી’ના નિર્માતાઓએ અગાઉ રોગચાળાની સ્થિતિને જોતાં પહેલાં ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે થિયેટર માલિકોની શરતો સ્વીકારી.

આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને ફિલ્મનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં, COVID-19ના કડક નિયમોને કારણે દેશભરમાં સિનેમાઘરોને 50% પ્રેક્ષકો સાથે ચલાવવાની મંજૂરી છે.

Whatsapp Join Banner Guj