Diwali shubh muhurat

Diwali shubh muhurat: દિવાળીના પર્વને ગણતરીના જ દિવસ બાકી, નોંધી લો આ ખાસ દિવસોના શુભમૂહુર્તો અને ચોઘડિયા

Diwali shubh muhurat: વિ.સં.2078ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્તો

ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Diwali shubh muhurat: દિવાળીને આડે ગણતરીના દિવસ જ રહ્યા છે. કોરોના કાળની તમામ વ્યક્તિના જીવન પર ખૂબ જ અસર થઇ છે. તેવામાં બે વર્ષથી લોકોએ તહેવાર પણ ઉજવવ્યા નથી. તેવામાં દિવાળી તહેવાર આવી રહ્યો છે. આ વર્ષે આ તહેવાર લોકો પોતાના પરિવાર સાથે માણી શકશે. જેનુ કારણ એક એ પણ છે કે કોરોના કેસ ઘટ્યા છે, અને લોકો આ નવા વર્ષેથી પોતાના જીવનની પણ નવી શરુઆત કરવા ઇચ્છે છે. આ દિવાળી વેપારીઓ માટે પણ વિશેષ છે. મંદ પડેલા ધંધા રોજગારીને શુભ મુહૂર્તમાં શરુ કરવાની આશા છે. તો આવો જાણીએ દિવાળીના પર્વના ખાસ દિવસોના શુભ મુહૂર્ત વિશે….

દશેરાના દિવસથી એટલે કે તા.15/10/2020, શુક્રવાર શુભ મુહૂર્તમાં વેપારી વર્ગ વિ.સં. 2078ના વર્ષ માટે ચોપડા નોંધાવી શકે, ખરીદી પણ કરશે. એટલે કે 15 ઓક્ટોબર બાદદ કોઇપણ દિવસે ખરીદી કરી શકાય છે. વેપારીએ શુકનના ચોપડાની ખરીદી કરવા જતાં પહેલાં શુકનના પતાસા ખાઈને રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશજીને ઘીનો દીવો પ્રગટાવવો અને દર્શન કર્યા પછી જ ચોપડાનો ઓર્ડર નોંધાવવો કે ચોપડા લેવા માટે જવું.

આ પણ વાંચોઃ Priyanka gandhi: લખનૌ પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી બાદ પોલીસે આપી આગ્રા જવાની પરવાનગી, વાંચો શું છે મામલો?

આ વર્ષે નૂતન વર્ષ, લાભપાંચમ અને સાતમે શુભ મુહૂર્તમાં વેપારીઓ પેઢીનું મુહૂર્ત શુભ ચોઘડિયામાં કરશે. ચોપડા નોંધાવવા, ખરીદવા, શસ્ત્રપૂજા અને વાહનોની પૂજા માટેનાં શુભ મુહૂર્ત નીચે મુજબ જણાવ્યાં છે. શમી, શાસ્ત્ર, ઘોડા તથા વાહન વગેરે પૂજનનો ઉત્તમ દિવસ તેમજ ચોપડા નોંધાવવા કે ખરીદવા કે કોઈપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અતિઉત્તમ દિવસ નવા વર્ષના ચોપડા ખરીદવાનો શ્રેષ્ઠ મુહૂર્ત કહી શકાય.

Dhantersa na shubh muharat
તા.02/11/2021 મંગળવાર આસો વદ 11 રમા એકાદશી ધન તેરસ સવારે 11.32થી ધન્વંતરિ જયંતી, દીપદાન, ધનપૂજા, ધનપૂજા શ્રીયંત્ર પૂજા ચોપડા ખરીદવા કે લાવવા ગાદી બિછાવાનું શુભ મુહૂર્ત.

Diwali na shubh muharat
તા.3/11/2021 બુધવાર આસો વદ 14નો શ્રય કાળી ચૌદસ રૂપ નરક શ્રીહનુમાનજીની પૂજા દીપદાન કાળ ભૈરવ પૂજા નૈવેદ્ય દિન.

nutan varasha na shubh muhart
નવા વર્ષે વાહન કે કોઇ પણ નવી વસ્તુ ખરીદી કરવા માટેના આ છે શુભ મુહૂર્ત.. આપ સૌનુ નવ વર્ષ મંગલમય રહે તેવી પ્રાર્થના
Whatsapp Join Banner Guj