Shravan Month Special: ભોળાનાથના ભક્તો માટે ગાયક પાર્થ ઓઝાના અવાજમાં મહાદેવની આરતી-જુઓ વીડિયો સાથે કરો સોમનાથ દાદાના દર્શન

Shravan Month Special: આ વીડિયોના ઘણા અંશ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શુટ કરવામાં આવ્યા છે. જેથી ભાવિ ભક્તોને મહાદેવના નામની સાથે સોમનાથ દાદાના દર્શનનો પણ લહાવો મળી શકશે

ધર્મ ડેસ્ક, 04 ઓગષ્ટઃ Shravan Month Special: પવિત્ર શ્રાવણ માસ શરુ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતી ગાયક પાર્થ ઓઝા મહાદેવની આરતી પોતાના અવાજ આપ્યો છે. આ વીડિયોના ઘણા અંશ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શુટ કરવામાં આવ્યા છે. જેથી ભાવિ ભક્તોને મહાદેવના નામની સાથે સોમનાથ દાદાના દર્શનનો પણ લહાવો મળી શકશે.

આ વીડિયોને નીપા સિંઘએ ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કર્યો છે, તે સાથે જ નીપા સિંઘ પણ વીડિયોમાં મહાદેવની ભક્તિ કરતી જોવા મળે છે. વીડિયોમાં સંગીત સમીર અને માના (Dolphin Studio)એ આપેલ છે. તથા સિનેમાગ્રાફી અને એડિટિંગ જયદિપ ભટ્ટ (DreamSnaps.India) દ્વારા કરવામાં આવ્યું છે. વીડિયો સફળતા પૂર્વક બનાવાના યોગદાનમાં શ્રીસોમનાથ મંદિરના ટ્રસ્ટ તથા પ્રતિક સાધુની સહાયતા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Modi government passed the bill: વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવતુ રહ્યું અને સરકારે આ બિલ પાસ કરી દીધા- વાંચો વિગતે