tokyo olympics update

Tokyo olympics update: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી- વાંચો વિગત

Tokyo olympics update: રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર ટિગરેરોસ ઉરબાનોને માત આપી

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 ઓગષ્ટઃTokyo olympics update: આજે ટોક્યો ઓલમ્પિકનો 13મો દિવસ છે. ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો. આ પ્રદર્શન બાદ તેમનાથી મેડલની આશા વધી ગઈ છે. આજે મહિલા હોકી ટીમનો સેમીફાઈનલ મુકાબલો પણ છે. ટીમ પહેલા જ ઈતિહાસ રચી ચુકી છે અને હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલમ્પિક ગેમ્સની સેમીફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓને શિખર પર પહોંચાડવાનું છે. ટોક્યો ઓલમ્પિકના 13મા દિવસે મહિલા હોકી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા ઉતરશે. 

મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન (69 કિગ્રા) ટોક્યો ઓલમ્પિક(Tokyo olympics update)માં પહેલેથી જ પદક સુરક્ષિત કરી ચુકી છે. જોકે બુધવારે તે તુર્કીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન બુસેનાજ સુરમેનેલી સામે જીતીને ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મુક્કેબાજ બનવા પ્રયત્ન કરશે. ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને આ પ્રદર્શન બાદ તેમનાથી મેડલની આશા વધી ગઈ છે. 

આ પણ વાંચોઃ Modi government passed the bill: વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવતુ રહ્યું અને સરકારે આ બિલ પાસ કરી દીધા- વાંચો વિગતે

રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલમ્પિક(Tokyo olympics update)માં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર ટિગરેરોસ ઉરબાનોને માત આપી છે. રવિ કુમારે આ મેચ 13-2થી પોતાના નામે કરી છે. પહેલી મિનિટથી જ બંને વચ્ચે આકરો મુકાબલો જોવા મળ્યો. દહિયાએ 2 અંક હાંસલ કર્યા પરંતુ ઉરબાનોએ રિવર્સ ટેકડાઉનથી સ્કોર બરાબર કરી લીધો. ત્યાર બાદ રવિએ વાપસી કરી અને બીજા પીરિયડમાં કુલ 10 અંક મેળવ્યા.

પુરૂષ ભાલા ફેંકમાં જર્મનીના જુલિયન વેબર ફાઈનલમાં ક્વોલિફાઈ કરનારા આ ગ્રુપના પહેલા એથલીટ છે. તેમણે પહેલા પ્રયત્નમાં 84.41 મીટર દૂર ભાલો ફેંક્યો. ભારતના શિવપાલ સિંહ ફાઈનલની રેસથી બહાર થઈ ગયા છે. ત્રીજા પ્રયત્નમાં તેમણે 74.81 મીટરનો થ્રો કર્યો. શિવપાલનો બેસ્ટ થ્રો 76.40 મીટરનો છે. 

આ પણ વાંચોઃ Shilpa shetty kundra statement: પતિની ધરપકડ પછી પ્રથમ વખત શિલ્પા શેટ્ટીએ ચૂપી તોડીને આપ્યું આ વિવેદન સાથે કરી વિનંતી

Whatsapp Join Banner Guj