a0b0dd3a 36ce 456d ab7a e051e795813f

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજી એ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનની ભક્તિ કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે.

Whatsapp Join Banner Guj

શિયાળામાં ભગવાને ઠંડી ન લાગે તે માટે જેમ ભગવાનની આગળ મીટર મૂકવામાં આવે છે અને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તેવી રીતે ઉનાળામાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે તો ભગવાન(SHRI SWAMINARAYAN) પ્રસન્ન થાય છે તે માટે સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિય દાસજી સ્વામીએ ભગવાનને ગુલાબ જળથી સ્નાન કરાવ્યું હતું .


હાલ કોરોના વાયરસની ઉપાધિ ના કારણે કોઈ હરિભક્તોને પ્રત્યક્ષ દર્શનનો લાભ આપવામાં ન આવ્યો હતો. આ સ્નાનનો સૌને લાભ ઘરે બેઠા મળે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ youtube ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કર્યો હતો અભિનય