New startup venture

New startup venture: એન્જિનિયર થી ઉદ્યોગસાહસિક બનવાની એક નવીન સફર, વાંચો ‘એનફોકસ ટેકનોલોજીસ’ નામના સ્ટાર્ટઅપ વેંચર વિશે

New startup venture: હવે ડિજિટલ ઇન્ડિયા ના સ્વપ્ના ને ખરા અર્થમાં સાકાર કરવા માટે વડોદરાના ટેકનોક્રેટ યુવા ઉદ્યોગસાહસિક અલય મિસ્ત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘એનફોકસ ટેકનોલોજીસ’ નામનું સ્ટાર્ટઅપ વેંચર

વડોદરા, 02 જૂનઃ New startup venture: કોરોના કાળ બાદ જ્યારે સમગ્ર વિશ્વ અનેકવિધ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે, આજે ડિજિટલાઈજેસન ના માધ્યમથી વિશ્વભરમાં વ્યાપાર-ધંધા, રોજગાર તથા નોકરીની તકો નું સર્જન થઈ રહ્યું છે. આજે જ્યારે છેવાડા માં વસવાટ કરતો વ્યક્તિ પણ ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક પટલ પર પોતાના કૌશલ્ય દ્વારા પોતાની છાપ છોડી શકવાની ક્ષમતા ધરાવે છે.

વડોદરાના ટેકનોક્રેટ એવા અલય મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા ઘરે બેઠા કામ કરતી ગૃહિણીઓ, સ્થાનિય સ્તર ઉપર કામ કરતા દુકાનદારો અને વેપારીઓ, તેમજ પ્રોફેશનલ્સ ને ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક દુનિયામાં જોડવા માટે તેમજ તેમના ધંધા રોજગાર ના વ્યાપને વધારવા માટે બનાવવામાં આવ્યા છ કરતાં વધારે ટેકનોલોજીકલ પ્લેટફોર્મ. પછી એ સ્થાનીય વેપારીઓ ને ઇ-કોમર્સના માધ્યમથી વૈશ્વિક સ્તરે ધંધો વધારવા માટે બનાવાયેલું ઈ-કોમર્સ પ્લેટફોર્મ હોય કે પછી તમારી ફાઇનાન્સિયલ એસેટ્સ ને મેનેજ કરવા માટેનું સોફ્ટવેર; અલય મિસ્ત્રી, પૃથ્વી મિસ્ત્રી અને પૂર્વીક જોશી એ અથાગ મહેનત ની મદદથી આ પ્લેટફોર્મ લોન્ચ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ચાર જ મહિનાના ટૂંકા સમયમાં આજે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દુબઈ સહિત વિશ્વના ચાર કરતાં વધુ દેશોમાં વડોદરાના આ ટેકનોક્રેટ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Whatsapp Features: વોટ્સએપ પર કોઈ ખોટો મેસેજ મોકલ્યો છે? હવે ટૂંક સમયમાં તમને એડિટ કરવાનો વિકલ્પ મળશે

આ વિશે વધુ જણાવતાં મૂળ કોમ્પ્યુટર એન્જિનિયર એવા અલય મિસ્ત્રી જણાવે છે કે, કોરોના કાળમાં જ્યારે વિશ્વ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ના માધ્યમથી પોતાના વ્યવસાયિક અવસરોને વધારી રહ્યા હતા ત્યારે મેં અને મારી સમગ્ર ટીમ એ સ્થાનીય સ્તરે ટેકનોલોજીના ઉપયોગથી આ પ્રકારના પ્લેટફોર્મ બનાવવામાં આવે તેની શરૂઆત કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં આજે છ કરતાં વિવિધ કેટેગરીમાં અમે અલગ-અલગ પ્લેટફોર્મ વિકસાવી શક્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ને શહેર ની પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ એકસેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા અમારા સ્ટાર્ટઅપ ને જરૂરી તમામ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, તદુપરાંત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા તેઓને સ્ટાર્ટઅપ ઇંક્યુબેશન સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.

આવનારા દિવસોમાં અમે ફિનટેક સેક્ટર્સમાં નવીન તથા ઇનોવેટિવ સોલ્યુશન્સ વિકસાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. અને અમને આશા છે કે આ પ્લેટફોર્મ દ્વારા અમે વધુને વધુ લોકોને ટેકનોલોજીની મદદથી મદદરૂપ બની શકશુ.

આ પણ વાંચોઃ Terrorism is spreading in Kashmir: હિન્દુ કર્મચારીએ કહ્યું- કાશ્મીરમાં 1990નો યુગ ફરી રહ્યો છે, ખબર નહીં કોણ ક્યારે અને ક્યાં ગોળી મારી દેશે

Gujarati banner 01