હેલ્થ ટિપ્સઃ શું તમે જાણો છો? દૂધ પીવાનો સાચો સમય(drinking milk)- વાંચો સંપૂર્ણ અહેવાલ

હેલ્થ ડેસ્ક, 30 એપ્રિલઃ દરેક માતા બાળકને બાળપણથી જ દૂધ પીવાની આદત પાડે છે. તે સાથે દૂધ(drinking milk)ના ફાયદા પણ સમજાવે છે. દૂધમાં વિટામીન A, C અને B 12, થાઈમીન, નિકોટિનિક એસિડ, મિનરલ જેવા કેલ્શિયમ, ફાસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ રહેલા છે. જે હાંડકા માટે ખુબ જ ફાયદાકારક છે અને તેનાથી તાકાત મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, બાળકોને તો આપણે દૂધ પીવા પર વધુ જોર આપે છે. પરંતુ ઘરના અન્ય સભ્યો દૂધ પીવાનું ટાળતા હોય છે. જ્યારે વધતી ઉંમરમાં પણ દૂધ પીવું બાળપણ જેટલું જ જરૂરી છે. ઘણા લોકો પોતાના સમય પ્રમાણે દૂધ પીતા હોય છે. જે રીતે બાળકોને દૂધ નાસ્તાના સમયે આપવામાં આવે છે, તો મોટા સભ્યો રાત્રે સુતા પહેલાં દૂધ પીવું વધારે પસંદ કરે છે. 

ઘણી વખત પ્રશ્ન થાય છે કે, દૂધ પીવા(drinking milk)નો સાચો સમય ક્યો છે ? ઘણા લોકો કહે છે, કે દૂધ નાસ્તાની સાથે પીવું વધારે સારું છે, તો ઘણા માને છે કે દૂધ રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ. જો કે દૂધનું સેવન દિવસે કરવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી આપે છે અને રાત્રે સુતા પહેલાં પીવામાં આવે તો દિમાગ શાંત થાય છે તથા સારી ઊંઘ આવે છે. જો કે આયુર્વેદ રાત્રે દૂધ(drinking milk) પીવાને વધારે પ્રાથમિકતા આપે છે. તો આજે અમે તમને આ લેખમાં દૂધ પીવાના સમય વિશેની માહિતી જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

drinking milk

જ્યારે તમે અલગ-અલગ સમયે દૂધ પીવામાં આવે તો શું થાય ? : મોટા ભાગે લોકો દૂધ સવારે પીતા હોય છે, પરંતુ દૂધ ભારે હોવાના કારણે ઘણા લોકો સવારે દૂધ પીવા(drinking milk)નું ટાળે છે. પરંતુ સવારે દૂધ પીવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે. તો બપોરના સમયે દૂધ પીવાનું વૃદ્ધો માટે ફાયદાકારક હોય છે કારણ કે આમ કરવાથી શરીરને તાકાત મળે છે. અને સાંજના સમયે દૂધ પીવાનું આંખો માટે ફાયદાકારક છે, તેમજ રાત્રીના સુતા પહેલાં દૂધ પીવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. 

રાત્રે દૂધ પીવાના લાભઃ  દૂધમાં ટ્રીપ્ટોફન નામના એમીનો એસિડ હોય છે. જેની હાજરી ઊંઘના હોર્મોન સ્તરને વધારવામાં મદદ કરે છે. તેના કારણે જ રાત્રે દૂધ પીવા(drinking milk)થી સારી ઊંઘ આવે છે. દૂધ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે, જે હાંડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને દૂધમાં પ્રોટીન હોય છે જે માંસપેશિઓના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો દૂધ(drinking milk)નું સેવન કરતા પહેલાં અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી હોય છે. જે નીચે મુજબ છે.

ADVT Dental Titanium

દૂધનું સેવન કરતા પહેલાં ધ્યાન રાખો આ બાબતો :  નબળું પાચન, ત્વચા સંબંધી સમસ્યા, ખાંસી, અપચો અને પેટમાં કૃમિ જેવી સમસ્યાઓથી પીડાતા લોકોએ દૂધ(drinking milk)નું સેવન ન કરવું જોઈએ. દૂધને ક્યારેય ભોજન સાથે ન લેવું, કારણ કે ખોરાક સાથે દૂધ પીવા(drinking milk)થી પાચન શક્તિ મંદ પડે છે. તેથી દૂધને હંમેશા અલગથી જ ગરમ કરીને પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર, રાત્રે સુતા પહેલાં દૂધ જરૂરી પીવું જોઈએ. સાંજના ભોજનના બે કલાક બાદ આ દૂધને પીવો જેથી તમને રાત્રે દૂધ પીવાનો લહાવો મળી શકે.

આ પણ વાંચો….

ગુજરાતમાં હવે 108 એમ્બ્યુલન્સ માટે રાહ નહી જોવી પડે, 150 નવી એમ્બ્યુલન્સ(150 new ambulances)નો કાફલાને CM રુપાણીએ આપ્યું ગ્રીન સિગ્નલ