freepressjournal import 2018 06 378741 monsoon lady ts

બદલાતી સિઝનમાં રહે છે બીમાર થવાનો ભય, તો આ ચોમાસા(monsoon)માં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને સ્વસ્થ્ય રહો

હેલ્થ ડેસ્ક, 22 જૂનઃ monsoon: બદલાતી ઋતુમાં ઘણા લોકો બીમાર પડવા લાગે છે. હવે ચોમાસા(monsoon)ની સિઝનની શરુઆત થઇ ચુકી છે. ચોમાસું જ એવી ઋતુ છે જ્યારે ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઇ સિઝનલ બીમારીઓમાં વધારો કરે છે અને મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા હોય છે. એવામાં આ ઋતુમાં પોતાની જાતને અને પરિવારને તંદુરસ્ત રાખવું જરૂરી બની જાય છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

વર્તમાન સમયમાં દેશભરમાં કોરોના મહામારી તાંડવ કરી રહી છે ત્યારે ઓ તમે અને તમારા પરિવારનું કોઇ સભ્યને ડેન્ગ્યૂ જેવી બીમારી થઇ જાય તો આ કોઇ પણ પરિવારને સ્ટ્રેસમાં મુકી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે આ ઋતુ(monsoon)માં પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખો. એક રિસર્ચ અનુસાર, આ ઋતુમાં આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી રહે છે જેનાથી થોડીક પણ બેદરકારી દાખવવા પર આપણે કોઇ પણ બેક્ટેરિયાના શિકાર થઇ શકીએ છીએ. જાણો, કેવી રીતે આપણે આ બીમારીઓથી બચી શકાય છે. 

monsoon
  • વરસાદ(monsoon)ની ઋતુમાં કેટલાય પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે જેના કારણે આ ઋતુમાં વાયરલ ફીવર, એલર્જી વગેરે ખૂબ જ સરળતાથી કોઇને પણ થઇ શકે છે. એટલા માટે જરૂરી છે કે આ ઋતુમાં આપણે વધારે વિટામિન સી યુક્ત ભોજન કરીએ. ઉદાહરણ તરીકે સ્પ્રાઉટ, ગ્રીનવેજિટેબલ, ઑરેન્જ વગેરે. 
  • આ ઋતુ(monsoon)માં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરનું ભોજન કરો. જંક ફૂડ અથવા સ્ટ્રીટ ફૂડ પર કેટલાય પ્રકારના જોખમી માઇક્રોઑરગેનિઝ્મ જન્મ લે છે જે આપણા શરીરને ટૉક્સિક કરીને બીમાર બનાવી શકે છે. 
  • તમારી ઈમ્યૂનિટી મજબૂત બનાવે તેવો આહાર લો. તાજા ફળ, શાકભાજી વગેરેનું સેવન વધારેમાં વધારે કરો. 
  • પોતાના આહારમાં દહીને સામેલ કરો. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટના ગુડ બેક્ટેરિયાને હેલ્ધી બનાવે છે અને આપણને કેટલીય બીમારીઓથી બચાવે છે. દક્ષિણ ભારતીય ફૂડ પ્રોબાયોટિકનો સારો સ્ત્રોત હોય છે. તેમાં ઇડલી, ઢોસા અને આથા યુક્ત ખાદ્ય પદાર્થ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય છે. 
  • ફરમેન્ટેશનની પ્રક્રિયાથી ભોજનના પોષક તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે. એવામાં આ ફૂડને પોતાના ડાયેટમાં સામેલ કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે. 
  • આ ઋતુ(monsoon)માં તો હાઇજીના વધારે જરૂરી હોય છે. જો કે કોરોના કાળમાં આપણે હાઇજીનનું મહત્ત્વ સમજ્યા છે અને હવે આપણી આદતોમાં પણ તેનો સમાવેશ થઇ ચુક્યો છે. 
  • આ ઋતુ(monsoon)માં જ્યાં સુધી શક્ય થઇ શકે ત્યાં સુધી મચ્છરોનો ઉપદ્રવ વધવા ન દેશો.. ઘર અથવા આસપાસ ધ્યાન રાખો કે ક્યાંય તૂટેલાં વાસણો, કૂંડાં વગેરેમાં મચ્છર ઉત્પન્ન નથી થતાં ને.. તેનાથી તમે ડેન્ગ્યૂ, મલેરિયા વગેરેથી બચી શકશો. જો મચ્છર થઇ રહ્યા છે તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. 

આ પણ વાંચોઃ નુસરત જહાં(nusrat jahan)ની મુશ્કેલીમાં થયો વધારોઃ લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ ઉઠી ! વાંચો શું છે મામલો