shutterstock 1648455556

Panic situation: તણાવની વચ્ચે સાચી સમજણ-કોરોના કાળમાં કાળજી માટે જાણો, તજજ્ઞોનો મત

Panic situation: સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન…થી કોરોનાને હરાવી શકાશે…
સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે….
-ડોક્ટર અતુલ પટેલ, સભ્ય- કોવિડ ટાસ્ક ફોર્સ-

હેલ્થ ટિપ્સ, 22 એપ્રિલઃ Panic situation ‘જ્યારે તમને તાવ કે એના અન્ય લક્ષણો જણાય તો પહેલામાં પહેલું કામ તમારે કોરોનાનુ ટેસ્ટિંગ કરાવી દેવું જોઈએ… રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા RT-PCR કરાવો તો પણ ચાલશે…આ એટલા માટે કે જો નિદાન સમયસર અથવા તો બહુ ઝડપથી થશે તો તરત જ આઈસોલેશન અને બીજા સાવચેતીના પગલાં લઈ શકાય…’.

  • ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના ઈન્ફેકિશયસ ડિવિઝનના ડાયરેક્ટર ડો. અતુલ પટેલ આ શબ્દોમાં લોકોને તાકીદ કરતા કહે છે કે, આ પ્રકારના પગલાથી લોકો તેમનું સંક્રમણ પરિવાર સુધી અથવા તો અન્ય કોન્ટેક્ટસમાં આવતા લોકો સુધી ફેલાતુ અટકાવી શકશે..
  • કોરોનાની જે સારવાર અંગેક્યાંક થોડી ગેરસમજૂતિ પણ પ્રવર્તે છે. એના વિશે કહેતા ડો. અતુલ પટેલ કહે છે કે, એક અભ્યાસ અનુસાર કોરોનાના ૮૦ ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી થતી હોય છે… એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને આ જે લક્ષણો છે એ શરૂઆતમાં ત્રણ થી પાંચ દિવસ સુધી રહી શકે અને પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિના લીધે રોગના લક્ષણો જતા રહે અને રિકવરી થાય…
  • આવા દર્દી ૧૦ થી ૧૪ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને ૧૪ દિવસના આઈસોલેશન પછી પાછો પોતાના કામે પણ ચડી શકે છે. એટલે જે ખૂબ જ સ્વસ્થ છે તેમણે બિનજરૂરી રીતે વધારાની દવાઓ ન લેવી જોઇએ.. કારણ કે આ બધી દવાઓની નાની-મોટી આડઅસરો થતી હોય છે…એ આડઅસરોને લીધે અમુક લક્ષણો આવે અને એ લક્ષણોના લીધે આપણને એવું લાગે કે કોરોના આગળ વધવાનું ચાલું થયું છે…
Whatsapp Join Banner Guj
  • બિનજરૂરી ગભરાહટ ન રાખવની તાકીદ કરતા ડો. અતુલ પટેલ કહે છે કે, દર્દીને લાંબા સમય સુધી જો તાવ રહેતો હોય ( ૧૦૧/૧૦૨ ડીગ્રી) અને એ તાવ પેરાસીટામોલ નામની દવાથી કન્ટ્રોલમાં ન આવતો હોય તો ચોક્કસ તરત જ તમારા ડૉક્ટરનો કોન્ટેક કરવો જોઈએ. આ એક અગત્યનું લક્ષણ છે.
  • આ ઉપરાંત દર્દીને બાથરૂમમાં જઈને આવે અને થોડોક થાક લાગે અથવા તો શ્વાસ લેવાની, શ્વાસ ચડવાની પ્રક્રિયા ચાલુ થાય તો તરત જ એણે સમય બગાડ્યા વિના એના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ જ રીતે દર્દીનું જે સેચ્યુરેશન ઓક્સિમીટર પર ૯૪ થી ઓછું બતાવે તો સમય બગાડ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લઇ અને દાખલ થઈ જવું જોઈએ.
  • રેમડેસીવર દવાની ક્યારે જરૂર પડે? તે પ્રશ્નનો ઉત્તર આપતા ડો. અતુલ પટેલ કહે છે કે, જ્યારે દર્દીના શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ૯૪ થી ઓછું થાય, શરીરના બંને ફેફસામાં ન્યુમોનિયા હોય અને એને ઓક્સિજન થેરાપીની જરૂર પડે. આ એક રેમડેસીવર દવા આપવા માટેનું ઈન્ડિકેશન છે. આનો અર્થ એ થયો કે દરેક કોરોનાના દર્દી કે જેનું નિદાન થયું છે તેને રેમડેસીવર નામનું ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી…એનાથી કોઈ મોટો ફાયદો દર્દીના શરીરમાં જોવા નથી મળતો. રેમડેસીવર એ કોઈ જીવ બચાવે તેવી કે રામબાણ દવા નથી, એટલે તે મેળવવા માટે ભાગદોડ કરવાની જરૂર નથી. આ ઇન્જેક્શન અંગે ગેરસમજ દૂર કરવી જ રહી…
  • આ રોગને અટકાવવા માટે વર્ષ 2021માઅં આપણી પાસે વેક્સિન મોટુ હથિયાર છે… દરેક વ્યક્તિએ રસી લેવી જ જોઇએ… તેનાથી સંક્રમણને આપણે આગળ વધતુ જરૂરથી અટકાવી શકાય. બીજો ફાયદો એ છે કે રસી લીધેલા વ્યક્તિનું કોરોનાને લીધે મૃત્યુ થવાનો દર ખૂબ જ ઓછો હોઈ શકે છે…
  • ત્રીજો ફાયદો એ થશે કે અમુક દર્દીઓને તો કોરોનાનું ઇન્ફેેક્શન જ નહીં થવા દે એટલે તમે ઇન્ફેક્શનથી બચી શકશો. વેક્સિનની આડઅસર એ એક સામાન્ય વસ્તુ છે. સામાન્ય રીતે જે વેક્સિન લીધા પછી જે આડઅસર થાય છે તે વેક્સિનની અંદર જે આપણે કોરોના સામે રક્ષણ માટે એન્ટીબોડી બનવા માટેનું જે તત્વ આપણે ઈન્જેકટ કર્યું છે એ બોડી identify કરીને એને રીએક્ટ કરે છે એના કારણે આપણને હાથ -પગ દુખે અને તાવ આવે છે, તો આ સામાન્ય આડઅસર છે. આને આડઅસર ન કહી શકાય પણ અસર કરી શકાય, કારણ કે વેક્સિન લઈશું તો જ કોરોનાના સંક્રમણની ચેઈન તોડી શકીશુ…
ADVT Dental Titanium
  • ડો.અતુલ પટેલ SMS (એસ.એમ.એસ ) એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશનને સૌથી મહત્વનું ગણાવે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે….
  • આપણે કોઈપણ વ્યક્તિ છે સાથે ડીલ કરવાનું છે, કોઈ વાત કરવાની છે , તો એની સાથે ઓછામાં ઓછું બે ગજનું એટલે કે છ ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ… એ જ રીતે મોઢાને અને નાકને સારી રીતે કવર કરે એવો માસ્ક પહેરવો જરૂરી છે.
  • જ્યારે આપણે ઈનડોર એક્ટિવીટી કરીએ છીએ બારી-બારણા ખુલ્લા રાખવા જરૂરી છે તેને લીધે કોરોનાનું સંકરણ ફેલાવાની શકયતા ખૂબ જ ઓછી થઈ જાય છે. આપણા હાથને વારંવાર ક્લીન કરવા જોઇએ…અને ખાસ કરીને જ્યારે આપણે ઘરે પરત આવીએ છીએ ઓફિસમાંથી ત્યારે ઘરે જઈને પહેલું કામ આપણા હાથને પ્રોપરલી ક્લિન કરીને જ પછી ઘરની અંદર આપણે બીજી કોઈપણ એક્ટિવિટી કરવી જોઈએ
  • સૌએ સાથે મળીને આ જે સિમ્પલ પ્રિન્સિપલનું બહુ જ ચુસ્તપણે પાલન કરી અને કોરોનાને હરાવવા કટિબધ્ધ બનવા ડો. અતુલ પટેલે અપીલ કરી છે….

આ પણ વાંચો….

Maharashtra: ઠાકરે સરકારે નવા પ્રતિબંધોની કરી જાહેરાત, સરકારે વધુ કડક બનાવ્યા નિયમો