freepressjournal 2020 12 8c39932e c25f 499d 8dcd 0368154e5784 Uddhav File ANI

Maharashtra: ઠાકરે સરકારે નવા પ્રતિબંધોની કરી જાહેરાત, સરકારે વધુ કડક બનાવ્યા નિયમો

મુંબઈ, 22 એપ્રિલઃ મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના વાયરસ સંક્રમણથી સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 67 હજારથી વધુ કેસ આવ્યા છે. કોરોના ચેન તોડવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે 22 એપ્રિલથી 1 મે સુધી રાજ્યભરમાં આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. રાત્રે 8થી લઈને સવારે 7 સુધી નિયમો કડક રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં લોકો માત્ર જરૂરી કારણ હશે તો સફર કરી શકશે. 

Maharashtra

આ સિવાય સરકારી(Maharashtra) ઓફિસોમાં માત્ર 15 ટકા લોકોને આવવાની મંજૂરી હશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોની હાજરી રહેશે. અહીં બે કલાકની અંદર સમારોહ સમાપ્ત કરવો પડશે. લોકલ ટ્રેન સેવા માટે ઇમરજન્સી સર્વિસ માટે ઉપલબ્ધ રહેશે. કાનગી બસો 50 ટકા ક્ષમતાની સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈ યાત્રી ઊભો રહીને મુસાફરી કરી શકશે નહીં. જો નિયમનું પાલન ન કરી શક્યા તો 10 હજારનો દંડ ફટકારાશે.

Maharashtra

લોકલ ટ્રેન, મોનો અને મેટ્રોનો ઉપયોગ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર(Maharashtra) અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે ડોક્ટરો અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કરી શકે છે. લોકલ ટ્રેનનો મેડિકલ ઇમરજન્સી માટે ઉપયોગ થઈ શકે છે. આ સિવાય ખાનગી બસોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા પહેલા લોકલ DMA ને સૂચના આપવી જરૂરી રહેશે. સાથે ખાનગી બસોની જવાબદારી હશે કે બીજા જિલ્લામાંથી આવનારના હાથમાં 14 દિવસ ક્વોરેન્ટાઈનનો સિક્કો લગાવવામાં આવે.

આ પણ વાંચો….

અગત્યની વાતઃ આ હોસ્પિટલને આજે કોરોના આઇસોલેશન સેન્ટર(for covid patients) તરીકે મંજૂરી મળી છે- વાંચો વધુ વિગત