Heatwave alert: રાજ્યના આ શહેરોમાં વધશે ગરમીનો પારો- વાંચો ક્યા રહેશે કેટલુ તાપમાન

Heatwave alert: આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર

અમદાવાદ, 27 માર્ચઃHeatwave alert: અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારો થયો છે અને આજે દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૪૧.૨ ડિગ્રી થઇ ગયું હતું. આજે ૪૧.૭ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.

આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Actor Rajkumar: બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી- રાજકુમાર

Gujarati banner 01