No sunlight village 1

No sunlight village: આ ગામમાં 3 મહિના નથી આવતો સૂર્ય પ્રકાશ, દિવસે પણ હોય છે રાત જેવુ અંધારુ..!

No sunlight village: લગભગ છ મહિનાઓ સુધી સૂર્યની રોશની જોવા જ મળતી નથી. અહીં લોકો કેટલાય વર્ષોથી અંધારામાં જ રહે છે

જાણવા જેવું, 08 નવેમ્બરઃ No sunlight village: સૂર્ય ઉદયની સાથે સવાર પડી તેવી ખબર પડે છે, સૂર્યનો ઉદય ન થાય તો ચારે તરફ ફક્ત અંધકાર જ ફેલાયેલો રહે છે. જો સૂર્યનો પ્રકાશ આપણા સુધી ન પહોંચે તો..?  આ સાંભળતા જ થશે આ તો અશક્ય છે. પરંતુ આવુ એક ગામ છે જ્યાં સૂર્ય પ્રકાશ પહોંચતો નથી. આ ગામની ચારેય તરફ પહાડો જ છે. જેના કારણે આ ગામ સુધી સૂર્ય કિરણો પહોંચી શક્તી નથી. અંધકારને દૂર કરવા માટે ગામના લોકો દેસી પદ્ધતિ અજમાવીને ગામમાં અજવાળુ કરે છે.

આ વાત છે, આર્કટિક સર્કલના ઉત્તરમાં એક અનોખુ ટોમ્સો નામનું શહેર છે. માનવામાં આવે છે કે અહીં દરવર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધીના 3 મહિના સૂરજની એક કિરણ જોવા મળતી નથી. અહીં લોકો દિવસે પણ અંધારામાં જ રહે છે. આ જ રીતે દક્ષિણની વાત કરીએ તો નોર્વેના રજુકાન ગામમાં સૂર્ય જ જોવા મળતો નથી. કહેવામાં આવે છે કે, અહીં લગભગ છ મહિનાઓ સુધી સૂર્યની રોશની જોવા જ મળતી નથી. અહીં લોકો કેટલાય વર્ષોથી અંધારામાં જ રહે છે.

download

અંધારાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે હવે લોકોએ અંધકારને દૂર કરવા માટે વિવિધ પ્રકારના નુસ્ખા અજમાવ્યા છે. સ્થાનીય લોકોની મદદથી પહાડો પર મિરર લગાવી દીધા છે. સૂર્ય પ્રકાશની દિશામાં પહાડો પર ઘણા સન મિરર લગાવી દીધા છે. જેથી સૂર્યની કિરણો પરાવર્તિત થઇને પહાડની તળેટીમાં પહોંચે છે. જેની મદદથી ગામમાં રોશની જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ અંધકાર દૂર કરવા માટેનો વિચાર એન્જિનિયર સૈમ આઇડનો હતો. જેમાં સ્થાનીય અધિકારી તથા ગામનો લોકોએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Paytm IPO: દેશનો સૌથી મોટો ખુલ્યો IPO,જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

Whatsapp Join Banner Guj