petrol pump image

Rajsthan fuel price: ગુજરાત માં પેટ્રોલ સસ્તુ; રાજસ્થાન ના અનેક વાહન ચાલકો અંબાજી માં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવી રહ્યા છે

Rajsthan fuel price: ગુજરાત માં રાજસ્થાન કરતા પેટ્રોલ સસ્તુ; એક બે રુપીયા નહી પણ પ્રતિ લીટરે 7થી 17 રૂપીયા ઉપરાંત નો મોટો તફાવત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૮ નવેમ્બર:
Rajsthan fuel price: હાલ માં ભડકે બળેલા પેટ્રોલ ડિઝલ ના ભાવો ને લઈ રાજ્ય ભર માં વાહન ચાલકો પરેશાન છે ત્યારે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન કરતા પેટ્રોલ ડિઝલ ના ભાવ માં મોટો તફાવત જોવા મળી રહ્યો….. ગુજરાત માં હાલ ભડકે બળેલા પેટ્રોલ ડિઝલ ના ભાવો ને લઈ પ્રજા પરેસાન છે પણ અંબાજી નજીક માત્ર 12 થી15 કીલોમીટર દુર પાડોશી રાજ્ય રાજસ્થાન માં આ મામલે વિપરીત પરીસ્થીતી જોવા મળી રહી છે

અહી ગુજરાત માં રાજસ્થાન (Rajsthan fuel price) કરતા પેટ્રોલ સસ્તુ છે ને એક બે રુપીયા નહી પણ પ્રતિ લીટરે 17 રૂપીયા ઉપરાંત નો તફાવત જોવા મલી રહ્યો પ્રતિ લીટરે ગુજરાત માં……. જોકે ગુજરાત જ નહી રાજસ્થાન પાર્સીંગ ના અનેક વાહનો ની કતારો અંબાજી પેટ્રોલપંપ ઉપર જોવા મળી રહી છે ગુજરાત માંથી રાજસ્થાન જતા વાહન ચાલકો અંબાજી થીજ પેટ્રોલ ડીઝલ ભરાવી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે તો રાજસ્થાન ના અનેક વાહન ચાલકો અંબાજી માં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવી રહ્યા છે

આ પણ વાંચો…Paytm IPO: દેશનો સૌથી મોટો ખુલ્યો IPO,જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

જોકે ગુજરાત માં પેટ્રોલ ડીઝલ ના ભાવ માં મોટો તફાવત જોવા મળતા રાજસ્થાન બોર્ડર ને અડા આવેલ ગુજરાત ના શક્તિપીઢ અંબાજી ના પેટ્રોલ પંપો ઉપર વાહનો નો ફ્યુલ ભરાવવા કતારો જોવા મળતા હોય છે ને જ્યા પ્રતિ લીટરે ગુજરાત માં રૂપિયા 17.44 પેટ્રોલ સસ્તુ, ને ડીઝલ રૂ. 7.96 સસ્તુ હોવાથી રાજસ્થાન ના મોટાભાગ ના ખાનગી વાહનો સહીત રોજીંદા ચાલતા ટેક્ષી પાર્સીંગ ના વાહનો અંબાજી થીજ ફ્યુલ ભરાવતા હોય છે

જોકે રાજસ્થાન સરકારે (Rajsthan fuel price) પણ આ સતત વધતા પગલા લેવા જણાવી રહ્યા છે એટલુજ નહી કેન્દ્ર સરકાર દેશ ભર માં સમાન્તર ટેક્ષ માટે જી એસ ટી લાગુ કર્યુ છે તેમ હવે પેટ્રોલ ડિઝલ ઉપર પણ જીએસટી લાગુ કરવા માંગ કરાઈ રહી છે અને જો પેટ્રોલ ડિઝલ ઉપર જીએસટી લાગુ કરવામાં આવે છે દેશ માં પેટ્રોલ ડિઝલ ના ભાવોમાં સમાન્તરતા જળવાઈ રહે તેમ છે.

Whatsapp Join Banner Guj