Paytm IPO

Paytm IPO: દેશનો સૌથી મોટો ખુલ્યો IPO,જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

Paytm IPO: પીટીએમનો આઈપીઓ આજે એટલે કે 8મી નવેમ્બરના રોજ ખુલ્યો છે અને 10 નવેમ્બરના રોજ બંધ થશે

બિઝનેસ ડેસ્ક, 08 નવેમ્બરઃ Paytm IPO: પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાનો IPO આજે ખુલ્યો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી છે. જો પેટીએમનો ઇશ્યૂ સંપૂર્ણ સબ્સક્રાઇબ થઈ જાય છે તો તે ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) હશે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

પીટીએમનો આઈપીઓ (Paytm IPO) આજે એટલે કે 8મી નવેમ્બરના રોજ ખુલ્યો છે અને 10 નવેમ્બરના રોજ બંધ થશે. 18,300 કરોડ રૂપિયામાંથી 8,300 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે જ્યારે 10,000 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. કુલ ઇશ્યૂની 45% રકમ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી એકઠી કરી લીધી છે. આ સાથે જ Paytmનું એન્કર બુકિંગ એ ભારતનું સૌથી મોટું એન્કર બુકિંગ પણ બની ગયું છે.

Paytmના ઇશ્યૂનો 75% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત છે. હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ (HNI અથવા NII) માટે 15% અને બાકીનો 10% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.

આ પણ વાંચોઃ World’s most popular leader: બાઈડન અને બોરિસ જોનસનને પાછળ છોડી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

રોકાણકારો પેટીએમના ઓછામાં ઓછા 6 શેર માટે બીડ કરી શકશે. મહત્તમ પ્રાઇસ બેન્ડ (Paytm price band 2080-2150) 2150 રૂપિયા પ્રમાણે રોકાણકારે ઓછામાં ઓછા 12,900 રૂપિયા રોકવા પડશે. વ્યક્તિગત રોકાણકાર વધારેમાં વધારે 15 લોટ (90 શેર) એટલે કે 1,93,500 રૂપિયા સુધીની બીડ કરી શકશે.

મિન્ટના જણાવ્યા પ્રમાણે Angel Oneના ઇક્વિટી નિષ્ણાત (DVP) જ્યોતિ રૉયે કહ્યુ કે, “Paytmનું વેલ્યૂએશન વધારે લાગી શકે છે પરંતુ તે ડિજિટલ પેમેન્ટનું પર્યાય બની ગયું છે. મોબાઇલ પેમેન્ટ સ્પેસમાં પણ તે માર્કેટમાં લીડર છે. નાણાકીય વર્ષ 2021થી નાણાકીય વર્ષ 2026 વચ્ચે મોબાઇલ પેમેન્ટનો ગ્રોથ પાંચ ગણો થશે આથી Paytm સૌથી વધારે લાભ લેવાની સ્થિતિમાં હશે.એવામાં એવું કહી શકાય કે Paytmનું મોંઘું વેલ્યૂએશન વ્યાજબી છે. અમે રોકાણકારોને આઈપીઓ ભરવાની સલાહ આપી રહ્યા છીએ.”

Choice Brokingના એનાલિટ્સ તરફથી આ આઈપીઓમાં લાંબા સમય સુધી ટકી રહેવાના ઇરાદા સાથે સબ્સક્રાઇબ કરવાની સલાહ આપવામાં આવી છે. Paytm માટે બજારમાં વર્તમાન તકો, પ્રોડક્ટ અને ટેક્નોલૉજીને જોતા આ ઇશ્યૂમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ LK advani birthday: દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ ઘરે જઈને આપી શુભેચ્છા

ICICI Securitiesનું કહેવું છે કે દરરોજ નવી ટેક્નૉલોજી આવવાથી બજારમાં સ્પર્ધા વધી છે. જો Paytm વેપારીઓને પોતાની તરફ આકર્ષવામાં નિષ્ફળ રહેશે તો તેની માઠી અસર બિઝનેસ પર પડી શકે છે. કંપનીની આવકનો મોટો સ્ત્રોત સર્વિસ છે. આથી રોકાણકારોએ તેના લાભાલાભ ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.

અનલિસ્ટેડ માર્કેટમાં Paytmનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલ 150 રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે. કંપનીની ઇશ્યૂ કિંમત 2080-2150 રૂપિયા છે. આ પ્રમાણે ગ્રે માર્કેટમાં પેટીએમના એક શેરની કિંમત 2,300 રૂપિયા છે. એટલે કે પેટીએમનો એક શેર 2300 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

Whatsapp Join Banner Guj