દુનિયાના આ દેશોમાં નથી ઉપયોગ થતો વોટ્સઅપ(Not use whatsapp) નો! જાણો શું છે કારણ?

જાણવા જેવુ, 25 જૂનઃNot use whatsapp: આપણા દેશમાં વોટ્સએપ લોકો માટે જરુરિયાત બની ગયું છે. ભારતમાં આઇટી નિયમોને લઇને ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ વોટસએપ અને સરકાર વચ્ચે મતભેદો જોવા મળી રહયા છે. નવા નિયમો અનુસાર જયારે પણ જરુર પડે ત્યારે વોટસ એપ કોઇ પણ મેસેજ પ્રથમ કોને તૈયાર કરીને પોસ્ટ કર્યો છે તેની જાણકારી સરકારને આપવી પડશે. જો કે આ અંગે વોટ્સએપનું માનવું છે કે આવું કરવુંએ તેના એન્ડ ટૂ એન્ડ એન્કિપ્શન ફીચર સાથે છેડછાડ થઇ ગણાશે. જો કે આ અંગે હજુ કોઇ ઉકેલ આવ્યો નથી પરંતુ દુનિયાના કેટલાક એવા દેશો પણ છે જેમાં વોટસએપને એન્ટ્રી મળી નથી. 

આ દેશમાં સૌથી પ્રથમ નામ ચીનનું આવે છે, જો કે ચીનમાં તો વોટસએપ(Not use whatsapp) જ નહી સોશિયલ એપ ફેસબુક પણ પ્રતિબંધિત છે. ચીન પોતાનું વાઇબો નામનું સોશિયલ નેટવર્ક બનાવ્યું છે. સામ્યવાદી શાસનની પકકડ ઢીલી ના થાય તે માટે ચીનની સરકાર જોખમ લેવા ઇચ્છતી નથી. ચીનમાં અભિવ્યકિત અને સ્વતંત્રતાના નામે મીંડું છે. ચીન વોટસએપના એન્કિપ્શન કોડના લીધે પોતાનું નિયંત્રણ રાખી શકે નહી આથી જ તો એન્ટ્રી જ મળી નથી. ચીને પોતાના સોશિયલ નેટવર્ક વી ચેટને આગળ વધાર્યુ છે. 

Not use whatsapp

બીજો એક દેશ ઉત્તર કોરિયા છે. આ દેશની કોઇ જ માહિતી બહાર આવતી નથી. કિમ પરીવારનું છેલ્લા ૭૦ વર્ષથી એક હથ્થુ શાસન ચાલે છે. આ પરીવારની ત્રીજી પેઢીનો કિમ જોગ ઉન રાજ કરે છે. નોર્થ કોરિયાના લોકોને ઇન્ટરનેટ પણ આપવામાં આવતું નથી ત્યારે  કિમ જોંગ ઉન વોટસએપની એન્ક્રિપ્શન પોલીસી(Not use whatsapp)ને સ્વીકારે તેવો નથી. ઉત્તર કોરિયાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ શું છે? તેની માહિતી પણ દક્ષિણ કોરિયાના સોર્સ પર આધારિત હોય છે. ઉત્તર કોરિયા માત્ર વિદેશી નાગરીકો અને કેટલાક ખાસ લોકોને ઇન્ટરનેટ કનેકશનનો ઉપયોગ કરવાની છુટ આપે છે. 

સંયુકત અરબ અમીરાતમાં લોકોને વોટસએપ(Not use whatsapp) કે ફેસ ટાઇમ પર વીડિયો કોલિંગ કરવાની પરવાનગી મળતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધને વોટસએપની એન્ક્રિપ્શન પૉલીસી સાથે કોઇ લેવા દેવા નથી.સરકારે યુએઇની લોકલ કોમ્યૂનિકેશન સર્વિસને મહત્વ આપીને રેવન્યુ વઘારવા માટે આ પગલું ભર્યુ છે.આવી જ રીતે ગૃ્હ યુધ્ધ અને ઇસ્લામિક આંતકી જૂથોની પ્રવૃતિઓથી ખદબદતા સિરિયામાં પણ વોટસએપની પોલીસીને સ્વીકારવામાં આવી નથી. આવું જ ઇરાન અને કયૂબામાં પણ જોવા મળે છે.

આ પણ વાંચોઃ કરીના કપૂર ખાન સીતામાતા(Role of mata sita) ના રોલમાં જોવા મળે નહીં, હવે માતા સીતાના રોલ માટે આ અભિનેત્રીની થઇ શકે છે પસંદગી!