Young man lives with eight wives

Young man lives with eight wives: એક જ ઘરમાં આઠ પત્ની સાથે રહે છે આ યુવક, વાંચો લગ્નજીવનની સફળતાનું કારણ

Young man lives with eight wives: સોરોટને બહુ પ્રેમ કરે છે અને કહે છે કે, સોરોટ દુનિયાનો સૌથી સજ્જન વ્યક્તિ છે

બેંગકોક, 30 જાન્યુઆરીઃ Young man lives with eight wives: એક, બે નહીં પણ આઠ પત્નીઓ સાથે એક જ ઘરમાં રહેતા યુવકને લગતી જાણકારી સોશિયલ મીડિયા પર આજકાલ વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિ થાઈલેન્ડનો રહેવાસી છે અને તેનુ નામ ઓન્ગ ડેમ સોરોટ છે.સોરોટને આઠે-આઠ પત્ની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો અને તમામની સાથે તેણે લગ્ન કર્યા હતા.

વ્યવસાયે ટેટુ આર્ટિસ્ટ સોરોટની તમામ પત્નીઓ એક જ ઘરમાં રહે છે અને તેમની વચ્ચે કોઈ પ્રકારના મતભેદો નથી.તેઓ સોરોટને બહુ પ્રેમ કરે છે અને કહે છે કે, સોરોટ દુનિયાનો સૌથી સજ્જન વ્યક્તિ છે.

સોરોટે ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મારી પત્નીઓ ચાર અલગ અલગ બેડરુમમાં સુએ છે અને તેમની સાથે સુવા માટે મેં વારા રાખ્યા છે. સોરોટ એક ટીવી શોમાં દેખાયો એ પછી ચર્ચામાં આવી ગયો હતો.તેણે આ શોમાં પોતાની જીવન શૈલીની જાણકારી આપી હતી.યુ ટ્યુબ તેના ઈન્ટરવ્યૂને 30 લાખથી વધારે લોકો જોઈ ચુકયા છે.

આ પણ વાંચોઃ Kubernagar: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે કુબેરનગર વિસ્તારમાં આપના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

સોરોટે કહ્યુ હતુ કે, મારી પહેલી પત્નીને હું દોસ્તના લગ્નમાં મળ્યો હતો.બીજી પત્ની સાથે માર્કેટમાં મુલાકાત થઈ હતી.ત્રીજી પત્ની સાથે હોસ્પિટલમાં, ચોથી, પાંચમી અને છઠ્ઠી પત્ની સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી.જ્યારે સાતમી પત્ની ધાર્મિક સ્થળ પર મળી હતી.આઠમી પત્ની વેકેશન દરમિયાન મળી હતી અને તે વખતે તો સોરોટની બીજી પત્નીઓ પણ હાજર હતી.

સોરોટ કહે છે કે, મારા સફળ લગ્ન જીવનનુ રહસ્ય એ છે કે હું મારી તમામ પત્નીઓની સંભાળ રાખુ છું. તેમની આઠે પત્નીઓ પણ આ વાત સાથે સંમત છે અને કહે છે કે, સોરોટ અમારી સાથે બહુ સારો વ્યવહાર કરે છે.

આ પણ વાંચોઃ Zubaida Begum: મીનીકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતાં

Gujarati banner 01