new variant

Omicron subvariant ba2 is spreading: ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ વધારી ચિંતા, લોકોને ઝડપથી ચપેટમાં લઇ રહ્યો છે આ વેરિએન્ટ

Omicron subvariant ba2 is spreading: સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃOmicron subvariant ba2 is spreading: કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ રસી તેની સામે રક્ષણ આપવામાં અસરકારક જણાય છે. સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે કે BA.2 નો સંક્રમણ દર ઇગ્લેંડના તે તમામ વિસ્તારોમાં BA.1 ની તુલનામાં વધ્યો છે. જ્યાં આંકલન કરવા માટે પર્યાપ્ત કેસ છે. તો બીજી તરફ 24 જાન્યુઆરી સુધી જીનોમ સિક્વન્સિંગમાં ઈંગ્લેન્ડમાં BA.2 ના 1,072 કેસોની ઓળખ કરવામાં આવી છે. આ અંગેના તમામ મૂલ્યાંકનો પ્રારંભિક છે, જ્યારે કેસની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે.

રિસર્ચમાં સામે આવી આ વાત
UKHSA અનુસાર, ‘નવા પ્રકારોના શરૂઆતી વિશ્લેષણમાં સંક્રમણનો દર ઓછો કરવા ઓછો આંકવામાં આવ્યો હશે, પરંતુ હાલમાં તે પ્રમાણમાં ઓછો છે.’

આ પણ વાંચોઃ Young man lives with eight wives: એક જ ઘરમાં આઠ પત્ની સાથે રહે છે આ યુવક, વાંચો લગ્નજીવનની સફળતાનું કારણ

BA.2 ના સંક્રમણ દરમાં વધારો થવાની સંભાવના
નિષ્ણાતોએ કહ્યું કે સંપર્કમાં રહેલા લોકોના ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે 27 ડિસેમ્બર, 2021 અને 11 જાન્યુઆરી, 2022 વચ્ચે ઓમિક્રોનનો સંક્રમણ દર 10.3 ટકાની તુલનામાં BA.2 નો સંક્રમણ દર 13.4 ટકા રહેવાની સંભાવના છે.

પ્રારંભિક વિશ્લેષણ BA ની તુલનામાં BA.2 માટે રોગ સામે રસીની અસરકારકતામાં તફાવતના સંકેત મળ્યા નથી. બે ડોઝના કિસ્સામાં, 25 અઠવાડિયાથી વધુ સમય પછી, રસીની અસરકારકતા BA.1 માટે નવ ટકા અને BA.2 માટે 13 ટકા હતી. ત્રીજી રસી પછી, આ અસરકારકતા બે અઠવાડિયામાં વધીને BA.1 માટે 63 ટકા અને BA.2 માટે 70 ટકા થઈ ગઈ.

UKHSAના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. સુસાન હોપકિન્સે કહ્યું, ‘અમે હવે જાણીએ છીએ કે BA.2 ના સંક્રમણ દરમાં વધારો થયો છે જે ઈંગ્લેન્ડના તમામ વિસ્તારોમાં જોઈ શકાય છે. અમે એ પણ શીખ્યા છીએ કે BA.2 નો સંક્રમણ દર BA.1 કરતા વધારે છે.

તેમણે કહ્યું, ‘હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના ઓછા કેસ છે. જો કે કેટલાક પ્રદેશો અને અમુક વય જૂથોમાં હજુ પણ કેસ વધુ છે, એટલા માટે મહત્વનું છે કે આપણે સાવધાનીથી કામ કરવાનું ચાલુ રાખીએ કારણ કે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે. 

Gujarati banner 01