Ambaji dialysis center

Ambaji Dialysis Centers: અંબાજી ની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માં ડાયાલીસીસ ના 4 મશીન લગાવામાં આવ્યા

Ambaji Dialysis Centers: ગુજરાત રાજ્ય માં કુલ 31 ડાયાલીસીસ સેન્ટરો નું રાજ્ય ના આરોગ્ય મંત્રી એ વડનગર થી ઈ લીન્ચિંગ કર્યું હતું, અંબાજી ની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માં ડાયાલીસીસ ના 4 મશીન લગાવામાં આવ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 માર્ચ:
Ambaji Dialysis Centers: રાજ્ય ના ૩૧ ડાયાલીસીસ સેન્ટરોમાં અંબાજી ની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માં પણ ઈ લોન્ચિંગ ની સાથે દાંતા મત વિસ્તાર ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ના હસ્તે રીબીન કાપી ને ડાયાલીસીસ સેન્ટર ને ખુલ્લું મુકાયું હતું અંબાજી ના સાથે બનાસકાંઠા જિલ્લા માં હમણાં સુધી કુલ 4 ડાયાલીસીસ સેન્ટરો સ્થાપિત કરાયેલા છે જેમાં અંબાજી નું ડાયાલીસીસ સેન્ટર ગરીબ ની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાન ના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બની રહ્યું છે હાલ અંબાજી ની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માં ડાયાલીસીસ ના 4 મશીન લગાવામાં આવ્યા છે અને કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીઓ માટે 5 માં મશીન ને લગાવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે

અંબાજી ની આ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડો.શોભા ખંડેલવાલ (સુપ્રિટેન્ડેન્ટ,સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ) અંબાજી ના જણાવ્યા અનુસાર રોજ ના 5 જેટલા દર્દીઓ હાલ આ ડાયાલિસીસ ના લાભ લેતા થયા છે અને જેમ ને આયુષ્માન કાર્ડ ધારક છે તેવા દર્દીઓ ને એક પણ રૂપિયા ના ખર્ચ વગર નિઃશુલ્ક સારવાર મળી રહી છે ને સાથે આવા જવા ના ભાડા પેટે પણ રૂપિયા 300 ની રકમ દર્દી ને ચૂકવવા માં

Ambaji Dialysis Centers

હાલ અંબાજી ખાતે શરુ થયેલા આ ડાયાલીસીસ સેન્ટર માં મહત્તમ ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓ આનો લાભ લેતા થયા છે જેના થી લાભાર્થીઓ પણ ખુશી જની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે અને અગાઉ બહાર જવું પડતું હતું ત્યારે મોટી રકમ નો ખર્ચ થતો હતો અને હવે અંબાજી ઘર આગણે જ ડાયાલીસીસ સેન્ટર થતા મોટી રાહત થઇ છે જયારે રાજસ્થાન ના દર્દીઓ પણ આ ડાયાલીસીસ સેન્ટર નો લાભ લેતા થયા છે અને રાજસ્થાન માં મોટી રકમ ચૂકવવી પડતી હતી તેના બદલે અંબાજી માં તેમને નિઃશુલ્ક ડાયાલીસીસ ની વ્યવસ્થા મળી જતા રાહત નો દમ લીધો છે.

Students of Surat Returned to Ukraine: યુક્રેનથી પરત ફરેલા સુરતના વિદ્યાર્થીઓની જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી

Gujarati banner 01