diwali Celebration of Mahashivaratri with 1008 lamps

Celebration of Mahashivaratri with 1008 lamps: મંદિરના પટાંગણમાં 1008 જેટલા દીવડાઓ ઘી થી પ્રજ્વલિત કરીને મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 માર્ચ:
Celebration of Mahashivaratri with 1008 lamps: મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દાંતા તાલુકાના મંડાલી ગામના જ્ઞાનઆશ્રમ ખાતે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરના પટાંગણમાં 1008 જેટલા દીવડાઓ ઘી થી પ્રજ્વલિત કરીને આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં યુવાનો દ્વારા અખંડ ધૂન અને ગ્રામજનો દ્વારા ભજન કીર્તન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ગામના વડીલો મહિલાઓ બાળકો અને યુવાનો આ કાર્યક્રમમાં ખાસ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ઘર દીઠ પાંચ દીવડાઓ એકત્ર કરીને સમગ્ર મંદિરને પ્રજ્વલિત કર્યું હતું મંદિર નું દ્રશ્ય એટલું સુંદર હતું કે ચાર ચાંદ લાગી ગયા હતા, નાના મોટા સહુ આવાક રહી ગયા હતા અને આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી

Celebration of Mahashivaratri with 1008 lamps ambaji

Celebration of Mahashivaratri with 1008 lamps: આ મહાપર્વ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિવજી ના મહાપર્વમાં આનંદભેર જોડાયા હતા મહાપર્વના આ શુભ દિન નિમિત્તે ગામના વડીલો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહા પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને છેલ્લે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું રાત્રે 12:00 આરતી કરવામાં આવી હતી જેમાં ગામના સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોAmbaji Dialysis Centers: અંબાજી ની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માં ડાયાલીસીસ ના 4 મશીન લગાવામાં આવ્યા

Gujarati banner 01