smart class room

Tarapur school: તારાપુર ખંભાત વિસ્તાર ની નવ જેટલી શિક્ષણ સંસ્થાઓ માં આમૂલ પરિવર્તન આવ્યું

Tarapur school: શિક્ષણ સુવિધા ઓ અને સ્માર્ટ કલાસ રૂમ થી પરિણામો બદલાયા,સ્વચ્છતા, સેનિટેશન થી દીકરી ઓની હાજરી વધી……

  • ડ્યુરાવીટ કંપની એ સી.એસ. આર. ફંડ માંથી ૭૬ લાખ નો ખર્ચ કરી સુવિધાઓ આપી

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય
આણંદ, ૦૨ જુલાઈ:
Tarapur school: તારાપુર,ખંભાત તાલુકા ના ગ્રામિણ વિસ્તારો ની એક વખત નીખૂબ સારી ગણાતી હાઈસ્કૂલો સમય જતાં તેનાં મકાનો જર્જરિત થવા લાગ્યા અને હાઇસ્કુલ માં શિક્ષણ ને લગતી વ્યવસાથો પણ ઘટતી ગઈ આખરે શાળાઓ એક મકાન બની રહે તે પહેલાં…… શાળા સંચાલક મંડળ ના આગેવાનો આચાર્ય અને ઈન્દ્રણજ ગામ પાસે આવેલ ડ્યુરાવીટ કંપની સંચાલકો સાથે ના સંવાદ નો સુભગ સમન્વય થયો અને સી.એસ.આર. ફંડ થી આ વિસ્તાર ના શિક્ષણ માં આ મુલ પરિવર્તન આવ્યું છે.

આવી (Tarapur school) કુલ નવ જેટલી શિક્ષણ સંસ્થાઓ માં પ્રાણ પુરવો જીવંતતા લાવવી જરૂરી બની હતી ગ્રામિણ જનો માં પણ આનંદ અને ખુશી આવી છે… આમાં ઇન્દ્રણજ ગામની ગ્રામ પંચાયત પુસ્તકાલય, શહીદ વીર વિદ્યાલય ,ઉત્તર બુનિયાદી હાઈસ્કુલ કનેવાલ , મોરજ ગામની વિદ્યા વિહાર પ્રા. શાળા,ખાનપુર પ્રા. સ્કુલ, વાલી પ્રા. શાળા, વાલંદપુરા પ્રા. શાળા ઓ નો સમાવેશ થાય છે.

આવી શાળા (Tarapur school) અને હાઇસ્કુલ ને રીનોવેશન અને રંગ કામ , આધુ નિક સ્માર્ટ કલાસરૂમ , દીકરા દીકરીઓ માટે અલગ બાથરૂમ વ્યવસ્થા , પીવાનું સ્વચ્છ પાણી અને બીજી ઘણી બધી વ્યવસ્થાઓ થી સજ્જ કરવા માટે ઈન્દ્રણજ ગામ પાસે આવેલી ડ્યુરાવીટ (જર્મન ) કંપની એ આ બધી શિક્ષણ સંસ્થાઓ ને આધુનિક , સુવિધા સજ્જ , અને વિધાર્થી ઓ ને શિક્ષકોને ગમે એવી બનાવવા માટે અને પોતાના સી.એસ.આર ફંડ માંથી ખર્ચ કરવા તૈયારી સાથે જિલ્લા વહીવટી તંત્ર , અને જેતે ગામ અગેવાનો સાથે વાર્તા લાપ શરૂ કર્યો અને સફળતા પણ મળી

આ પણ વાંચો…

Credit Guarantee Scheme: હેલ્થ સેક્ટરમાં આ વર્ષે બમણુ બજેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત- વાંચો વધુ વિગત

GTU start new courses: હવે જીટીયુમાં સંસ્કૃત્તિ , તત્વજ્ઞાન , વિજ્ઞાન , અને આયુર્વેદના વિવિધ શોર્ટટર્મ કોર્સિસ ચલાવવામાં આવશે- વાંચો વધુ વિગત

અને ઉપરોક્ત પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ના આ મુલ પરિવર્તન અને બદલાવ તેમજ વિધાર્થી ઓને સારી સગવડો મળે અને સ્માર્ટ કલાસરૂમ મળે તે માટે રૂ.૭૩ લાખ ઉપરાંત નો ખર્ચ કરી ને પરિવર્તન લાવી દીધું અને એના ફળ સ્વરૂપે શિક્ષણ ની ગુણવત્તા માં વધારો થયો અને વિધાર્થી ઓ ના પરિણામો માં પણ સુધારો થયો છે.

Whatsapp Join Banner Guj

માત્ર શિક્ષણ સંસ્થા ઓ જ નહીં પણ ગ્રામ પંચાયત ના મકાનો પણ રીનોવેશન કરી સુવિધાઓ થી સજ્જ કરવામાં આવ્યા. ડ્યુરાવીટ (જર્મન) કંપની ઇન્દ્રણજ દ્વારા જે જે પ્રા. શાળા અને હાઈસ્કુલ ને સુવિધા ઓ થી સજ્જ કરવા ની જવાબદારી લીધી એ પૂર્ણ કરી છે એમ જણાવી મોરજ ગામ ની હાઇસ્કુલ ના આચાર્ય મયુરભાઈ વ્યાસે વધુ માં ઉમેર્યું કે આ વિસ્તાર ની બધીજ શાળાઓ માં ખૂબ મોટો અને મહત્વ નો બદલાવ આવ્યો છે સ્વચ્છતા નું પ્રમાણ વધ્યું , દીકરીઓ ની હાજરી વધી , સ્માર્ટ કલાસ રૂમ થી વિદ્યાર્થીઓ માં તેજસ્વીતા માં વધારો થયો , અમારી સ્કુલ માં ધો.૧૨ નું પરિણામ ૧૦૦ ટકા આવવા લાગ્યું.

એમ અમો ડ્યુરાવીટ કંપની ના સહયોગ ને કારણે પરિવર્તન ને પામ્યા છીએ.. અને કંપની અને કંપની ના વહીવટ કર્તા સંદીપ સોની દ્વારા સુચારૂ પણે કરાયેલા કર્યો ની અમો સરાહના કરીયે છીએ. કંપની દ્વારા આ શિક્ષણ સંસ્થાઓ માં ઉત્સવો , વાલી મંડળ સાથે બેઠકો સહીત અનેક બીજી પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે.