market coin

Government can take a big decision for employees: કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18 થી વધીને 26 હજાર રૂપિયા થશે

Government can take a big decision for employees: ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર પોતાના કામદારોનું મોંઘવારી ભથ્થું નક્કી કરે છે.

અમદાવાદ, 06 જુલાઈ: Government can take a big decision for employees: વિશ્વભરના બજારોમાં મંદીના ભય અને ભારે મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા ડીએ મળે છે, જો સરકાર તેને વધારવાનો નિર્ણય કરે છે તો તેમને મળનારી ડીએની રકમ વધીને 39 ટકા થઈ જશે. સમાચાર અનુસાર, ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે સરકાર ડીએની સાથે ફિટમેન્ટ ફેક્ટર પણ વધારી શકે છે. હાલમાં આ આઇટમમાં બેઝિક સેલરીના 2.57 ટકા આપવામાં આવે છે. આને વધારીને 3.68 ટકા કરી શકાય છે. લાંબા સમયથી દેશના મજૂર સંગઠનો તેને વધારવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર કર્મચારીઓના સંગઠનોની માંગ પર વિચાર કરે છે અને તેને વધારવાનો નિર્ણય લે છે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો..Ambaji Bhadarvi Poonam date declare: અંબાજીમાં બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે

Government can take a big decision for employees: તમને જણાવી દઈએ કે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર પોતાના કામદારોનું મોંઘવારી ભથ્થું નક્કી કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે હવે કેન્દ્ર સરકાર તેમાં વધુ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. ડીએ વધારવાના સરકારના નિર્ણયથી દેશના લગભગ 1.16 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

Gujarati banner 01