annapurna mata

Annapurna Mata Murti: 100 વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત લવાઈ- વાંચો વિગત

Annapurna Mata Murti: આ મૂર્તિની સ્થાપના 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવશે

નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Annapurna Mata Murti: 100 વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચી ગયેલી માતા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ ભારત લાવવામાં આવી છે.હવે તેની સ્થાપના 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવશે.

વિદેશ રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ કહ્યુ હતુ કે, આ મૂર્તિની બનારસ સુધીની યાત્રા શરુ થઈ ગઈ છે.બીજી તરફ યુપી સરકારના અધિકારીએ કહ્યુ હતુ કે, આજે  મૂર્તિ યુપી પહોંચી જશે.ચાર દિવસની યાત્રા કાઢવામાં આવશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે તેને કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપવામાં આવશે.

દરમિયાન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, 1947 થી 2014 ,સુધીમાં  સરકાર માત્ર 13 મૂર્તિો પાછી લાવી હતી અને આ સરકાર સાત વર્ષમાં 67 મૂર્તિઓને વિદેશથી પાછી લાવી છે.અમેરિકાથી બીજી 157 મૂર્તિઓને પાછી લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Instagram new feature: ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગ ‘ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન’ માટે ચૂકવાવ પડશે આટલા રુપિયા

Whatsapp Join Banner Guj