railway catering 600x337 1

Only veg food in train: ભારતીય રેલ્વેએ પ્રવાસીઓને શાકાહારી ભોજન આપવા માટે લીધાં પગલાં; જાણો વિગતે

Only veg food in train: ‘વંદે ભારત’ વૈષ્ણો દેવી તરફ જતી હોય કે રામાયણ સ્પેશિયલ ટ્રેન ભગવાન શ્રી રામના સંબંધિત સ્થળોની મુલાકાત લેવા માટે હોય.

અમદાવાદ, ૨૧ નવેમ્બર: Only veg food in train: ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન પસંદ નથી કરતા. આની પાછળ એવા કારણો હોઈ શકે છે જેમ કે તેઓ જાણતા નથી કે ખોરાક સંપૂર્ણપણે શાકાહારી અને આરોગ્યપ્રદ છે કે નહીં? અથવા રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? શાકાહારી અને માંસાહારી ભોજન અલગ-અલગ રાંધવામાં આવે છે કે કેમ? બનાવવાથી લઈને સર્વ કરવા સુધીની પ્રક્રિયા શું છે?

પ્રવાસીઓની આ સમસ્યાઓના નિરાકરણ માટે હવે ભારતીય રેલ્વેએ એક નવી પહેલ શરૂ કરી રહી છે. તે મુજબ ટ્રેનોમાં નોન વેજ ખાવા અને લઈ જવા પર પ્રતિબંધ લાગશે. આ નિયમ દેશભરની તે ટ્રેનોમાં લાગુ થશે જે ધાર્મિક સ્થળો તરફ જાય છે. આ માટે IRCTCએ સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે.

આ પણ વાંચો…Valam aao ne: “વાલમ આવો ને” ગુજરાતી ભાષામાં પ્રેમ થીમ પરના પ્રથમ કાવ્યસંગ્રહ માટે વજ્ર વર્લ્ડ રેકોર્ડ દ્વારા મળી માન્યતા

ભારતીય રેલ્વેએ આ નિર્ણયને લગતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ધાર્મિક સ્થળ તરફ જતી તમામ ટ્રેનોમાં આ નિયમ એક પછી એક લાગુ કરવામાં આવશે. આવી ટ્રેનોને સાત્વિક ટ્રેનનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ ટ્રેનો સાત્વિક 

Only veg food in train: ‘વંદે ભારત’ વૈષ્ણો દેવી તરફ જતી હોય કે રામાયણ સ્પેશિયલ ટ્રેન ભગવાન શ્રી રામના સંબંધિત સ્થળોની મુલાકાત લેવા માટે હોય. દરેકને સાત્વિક બનાવવામાં આવશે. આમાંના મોટાભાગના પ્રવાસીઓ એવા છે કે જેઓ સાત્વિક ખોરાક ખાવાનું પસંદ કરે છે. રેલવે સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ સાથે સાત્વિક ભોજન શરૂ કરી રહ્યું છે. આ ઉપરાંત રામાયણ સ્પેશિયલ ટ્રેન, વારાણસી, બોધગયા, અયોધ્યા પુરી, તિરુપતિ સહિત દેશના અન્ય ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોને સાત્વિક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સંસ્થાપકે મીડિયાને જણાવ્યું હતું કે ટ્રેનને સાત્વિકનું પ્રમાણપત્ર આપતા પહેલા અનેક પ્રકારની પ્રક્રિયા કરવી પડશે. જેમાં રસોઈ, રસોડું, પીરસવા અને વાસણોમાં પીરસવાની પરથી પદ્ધતિ નક્કી કરવામાં આવશે. તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી જ ટ્રેનોને પ્રમાણપત્ર આપવામાં આવશે. ટ્રેનોને સાત્વિક બનાવવા ઉપરાંત બેઝ કિચન, લોન્જ અને ફૂડ સ્ટોલને પણ સાત્વિક બનાવવાની યોજના છે.

Whatsapp Join Banner Guj