Jandhan Account sbi

SBI hikes lending rate: SBI પાસેથી લોન લેવી હવે મોંઘી થશે, નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે- વાંચો વિગત

SBI hikes lending rate: SBIએ MCLRમાં વધારો કરવાની જાહેર નોટિસ બહાર પાડી છે

બિઝનેસ ડેસ્ક, 15 જુલાઇઃ SBI hikes lending rate: ભારત દેશની સૌથી મોટી બેંક SBIએ મોંઘવારીના વિષચક્રમાં પીડાઈ રહેલ જનતાને વધુ એક ડામ આપ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના વ્યાજદરમાં આજથી વધારો કર્યો છે. SBI પાસેથી લોન લેવી હવે મોંઘી થશે અને નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે. 

રિપોર્ટ અનુસાર SBIએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. બેંકે MCLRમાં વધારો કરતા લોનના વ્યાજદર પણ વધશે. નવા સુધારેલા દર શુક્રવાર, 15 જુલાઈથી લાગુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં પણ SBIએ MCLRમાં વધારો કર્યો હતો.

SBIએ MCLRમાં વધારો કરવાની જાહેર નોટિસ બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની લોન માટે MCLR 7.40 ટકાથી વધીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. છ મહિનાની લોન માટે MCLR 7.35 ટકાથી વધારીને 7.45 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે બે વર્ષ અને ત્રણ વર્ષ માટે MCLR 7.70 ટકાથી વધારીને 7.80 ટકા કરવામાં આવ્યો છે. SBI આ વર્ષે એપ્રિલથી તેના MCLRમાં વધારો કરી રહી છે. જૂનમાં તેણે MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

આ પણ વાંચોઃ Precautionary dose: અમદાવાદ જિલ્લાના સનથાલ ખાતે ૧૮ થી ૫૯ ની વયજૂથના લાભાર્થીઓ માટે ૭૫ દિવસ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો શુભારંભ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ દેશની તમામ બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ આ વર્ષે મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ જૂનમાં તેણે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. બે વધારા બાદ રેપો રેટમાં 0.90 ટકાનો વધારો થયો છે અને હવે તે 4.90 ટકા પર પહોંચી ગયો છે.

એસબીઆઈ સિવાય પણ અન્ય ઘણી બેંકોએ તાજેતરમાં જ MCLRમાં વધારો કર્યો છે. HDFC બેંક અને ICICI બેંકે પણ MCLR દરમાં વધારો કર્યો છે. HDFC એ તમામ મુદતની લોન માટે MCLR વધાર્યો છે. ICICI બેંકે તમામ ટર્મ લોન માટે MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ Donald trump first wife ivana passed away: ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની ઉંમરે અવસાન, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Gujarati banner 01