Rules For Sim card

Sim card Fraud: તમારા નામે કોઈ સિમ કાર્ડ એક્ટિવ છે, જેનાથી તમે અજાણ છો? તો આ રીતે ઓનલાઇન ચેક કરો

Sim card Fraud: જો તમને લાગી રહ્યું હોય કે તમારા આઈડીનો ઉપયોગ કરી કોઈએ સિમ કાર્ડ ખરીદ્યું છે અને તેનો ઉપયોગ કરી રહ્યું છે. તો તમે આ વિશે ઓનલાઇન જાણકારી મેળવી શકો છો

નવી દિલ્હી, 15 ઓગષ્ટઃSim card Fraud: ઘણીવાર તમને ખ્યાલ પણ હોતો નથી કે તમારા નામ પર કોઈ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ હવે આ શક્ય નથી, તેમ છતાં ઘણા આવા કેસ સામે આવે છે. જો તમને લાગી રહ્યું હોય કે તમારા આઈડીનો ઉપયોગ કરી કોઈએ સિમ કાર્ડ ખરીદ્યું છે અને તેનો ઉપયોગ કરી રહ્યું છે. તો તમે આ વિશે ઓનલાઇન જાણકારી મેળવી શકો છો. એટલું જ નહીં તમે આ સિમ કાર્ડને બ્લોક પણ કરાવી શકો છો. સિમ ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવવા આ પ્રોસેસની જાણકારી હોવી જરૂરી છે. તમે ઘરે બેઠા આ સિમ કાર્ડ બંધ કરાવી શકો છો. 

તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલે છે આ રીતે કરો ચેક
1. સૌથીપહેલા (https://tafcop.dgtelecom.gov.in/alert.php) પોર્ટલ પર લોગિન કરો.

2. ત્યારબાદ તમારો નંબર નાખો અને ઓટીપીને પોર્ટલ પર અપલોડ કરો.

3. હવે તમને એક્ટિવ કનેક્શન વિશે જાણકારી જોવા મળશે. 

4. અહીં પર યૂઝર આવા નંબરને બ્લોક કરવા માટે રિક્વેસ્ટ મોકલી શકે છે, જેના વિશે તમને જાણકારી ન હોય.

5. રિક્વેસ્ટ કર્યા બાદ વિભાગ તરફથી એક ટિકિટ આઈડી મોકલવામાં આવશે, જેથી તમે તેને ટ્રેક કરી શકો.

6. થોડા સમયમાં આ નંબર બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Joe Biden Statement: ભારતના સ્વતંત્રતા દિવસ પર જો બાઈડેને આપ્યું મોટું નિવેદન- વાંચો વિગત

જો તમે આ પ્રોસેસને ફોલો કરો છો તો તમે સરળતાથી જાણકારી મેળવી શકો છો કે તમારા નામ પર કેટલા સિમ રજીસ્ટર છે અને તમને ક્યા સિમની જાણકારી નથી. આ ખુબ જરૂરી જાણકારી છે, જે તમને ખ્યાલ નથી પરંતુ તમે ઓનલાઇન ચેક કરી શકો છો. આ જાણકારી હવે ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ છે. 

ટેલિકોમ વિભાગે શરૂ કરી હતી પહેલ
તમને જણાવી દઈએ કે આવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં ગુનો આચરવા માટે નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. તેવામાં ટેલિકોમ વિભાગે આ સમસ્યાને ખતમ કરવા માટે પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી તમે સિમની જાણકારી મેળવી શકો છો અને તેને બ્લોક પણ કરાવી શકો છો.

આ પણ વાંચોઃ DA for Gov Employees: સ્વતંત્રતા પર્વ પર સરકારી કર્મચારીઓને સરકારની સૌથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો

Gujarati banner 01