Rajpipla tiranga

Har ghar Tiranga: ગામેગામ લોકો પોતાના ઘરો અને દુકાનો પર તિરંગો વહેરાવી 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બની દેશભક્તિના રંગે રંગાયા

Har ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં નર્મદા જિલ્લાના નાગરિકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા

રાજપીપળા, 15 ઓગષ્ટઃ Har ghar Tiranga: દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ લોકોમાં જણાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં નર્મદા જિલ્લાના નાગરિકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા છે.

શહેર અને ગામેગામ ફળિયે કાળિયે લોકોએ પોતાના ઘર, દુકાન, કાર્યસ્થળ જાહેર મિલ્કતો, ગ્રામ્ય વિસ્તારોમાં અને જિલ્લાની વિવિધ સરકારી મિલ્કતો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી “હર ઘર તિરંગા” અભિયાનને ઠેર ઠેર નાગરિકો વધાવી રહ્યાં છે. સમગ્ર જિલ્લો હાલ આઝાદીના પર્વની ઉજવણીના રંગે રંગાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યોં છે.

આ પણ વાંચોઃ Sim card Fraud: તમારા નામે કોઈ સિમ કાર્ડ એક્ટિવ છે, જેનાથી તમે અજાણ છો? તો આ રીતે ઓનલાઇન ચેક કરો

નર્મદા જિલ્લાના ગામો બન્યા તિરંગામય : “હર ઘર તિરંગા” અભિયાનને નાગરિકો દ્વારા મળ્યું પ્રચંડ સમર્થન ગામેગામ લોકો પોતાના ઘરો અને દુકાનો પર તિરંગો વહેરાવી ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બની દેશભક્તિના રંગે રંગાયા છે.

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે જિલ્લાવાસીઓ દેશાભક્તિના રંગે રંગાયા હોય પોતાના ઘરો ઉપર અને રસ્તાની બાજુમાં આવેલી ગામની જાહેર મિલ્કત ઉપર રાષ્ટ્રધ્વજ સ્વયંભૂ રીતે લહેરાવીને આઝાદીનો અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનને વધાવવામાં સૌ નાગરિકો આગળ આવ્યાં છે. તાલુકા મથકોએ બજારોમાં દુકાનધારકોએ પોતાની દુકાન પર લગાવેલા રાષ્ટ્રધ્વજના કારણે નગરો જાણે આઝાદીના ઉત્સવના રંગમાં રંગાયા હોય તેવા અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકો તિરંગાની આન બાન અને શાન જાળવી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવીને આ ઉત્સવમાં સહભાગી બનતા “હર ઘર તિરંગા” અભિયાનને જિલ્લામાં પ્રચંડ સમર્થન સાંપડ્યું છે.

આ પણ વાંચોઃ Joe Biden Statement: ભારતના સ્વતંત્રતા દિવસ પર જો બાઈડેને આપ્યું મોટું નિવેદન- વાંચો વિગત

Gujarati banner 01