Ticket window 600x337 1

Ticket counter: અમદાવાદ મંડળ દ્વારા વધુ 15 સ્ટેશનો પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી

Ticket counter: મુસાફરોની સુવિધા માટે મંડળ પ્રશાસન દ્વારા વધુ 15 સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ , ૦૭ જુલાઈ: Ticket counter: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વર્તમાનમાં ફક્ત અમદાવાદ સ્ટેશન પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશન ની સુવિધા ઉપલબ્ધ છે, મુસાફરોની સુવિધા માટે મંડળ પ્રશાસન દ્વારા વધુ 15 સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, હવે મુસાફરો અમદાવાદ સિવાય (Ticket counter) મણિનગર, સાબરમતી (ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સોમવારથી શનિવારે સવારે 08:00 વાગ્યેથી રાત્રે 20:00 વાગ્યે સુધી તથા રવિવારે સવારે 08:00 વાગ્યેથી બપોરે 14:00 વાગ્યે સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે.

આ પણ વાંચો…Weather update: આ તારીખથી વરસાદનું ગુજરાતમાં આગમન, હવામાન વિભાગે કરી આગાહી

આ પછી, મુસાફરો (Ticket counter) યુટીએસ કાઉન્ટરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બૂકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.કલોલ, ઊંઝા, સિદ્ધપુર, ધાંગધ્રા, વિરમગામ, ડીસા, સામાખ્યાલી, ભચાઉ અને ભીલડી સ્ટેશનો પર આ સુવિધા તમામ દિવસો પર સંપૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહેશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ચાંદલોડીયા સ્ટેશન પર મુસાફરો તમામ (Ticket counter) દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:30 વાગ્યે સુધી તથા પાટણ સ્ટેશન પર તમામ દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:00 વાગ્યે સુધી તેમની અનામત ટિકિટ રદ કરી શકશે અને કરંટ કાઉન્ટર બુકિંગની સુવિધાનો લાભ લઈ શકશે.