surat crime branch

Surat Crime Branch: સુરત ક્રાઇમ બ્રાન્ચ માથાભારે વોન્ટેડ લાલુજાલિમ અને નિકુંજ ચૌહાણ ને યુપી થી ઉંચકી લાવી

Surat Crime Branch: ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત લાલુ જાલિમ અને તેના સાગરિતની ડી.સી.બી પોલીસે ધરપકડ કરી છે

એહવાલ: અનિલ વનરાજ

સૂરત, ૦૭ જુલાઈ: Surat Crime Branch: ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત લાલુ જાલિમ અને તેના સાગરિતની ડી.સી.બી પોલીસે ધરપકડ કરી છે. કુખ્યાત લાલુ જાલિમની વારસણી અને તેના સાગરિતની ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. માથાભારે લાલુ જાલીમની સામે સુરતમાં 15થી વધુ ગુનાઓ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયા છે જ્યારે આરોપી નિકુંજ સામે કુલ 11 ગુના નોંધાયેલ છે.

સુરતમાં લાલુ જાલિમ એન્ડ ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો ત્યારે સુરત પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગુજરાત એટલે કે ગુજ્સીટોકનો ગુનો નોધ્યો હતો અને આ ગુનામાં પોલીસે અગાઉ લાલુ ઝાલીમ ગેંગના ૬ સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન ગેંગનો મુખ્ય લીડર અમીત ઉર્ફે લાલુ જાલિમ અને તેનો નિકટનો સાગરિત નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ ગુનો દાખલ થતા જ સુરત શહેર છોડી ફરાર થઇ ગયા હતા.

mobile siezed

પોલીસ આ બંને આરોપીઓને પકડવા માટે ૬ મહિનાથી મહેનત કરી કરી રહ્યા હતા. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે અમિત ઉર્ફે લાલુ ઝાલીમ અને તેનો સાગરિત યુપીના વારાસણીમાં ચોરી છુપીથી રહી રહ્યા છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ યુપી જવા રવાના થઇ હતી અને ત્યાં તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. અને બાદમાં ત્યાંથી અમીત ઉર્ફે લાલુ ઝાલીમને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને તેના નજીકના સાગરિત નીકુજને ભરૂચ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ બંને કુખ્યાત આરોપીઓને પકડીને સુરત લાવી હતી અને કોર્ટમાં રજુ કરી ૩૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. દરમ્યાન કોર્ટે બંને આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Whatsapp Join Banner Guj

રિમાન્ડમાં પોલીસ ક્યાં ક્યાં મામલે કરશે તપાસ..?

  • લાલુ પાસેથી નેપાળના બે સીમ મળ્યા છે. તે કોના-કોના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાની છે
  • ફરાર દિપક જયસ્વાલ, આશિષ પાંડે અને અવનેશ રાજપુત વિશે આરોપી જાણતો હોય તેની પૂછપરછ કરવાની છે
  • જાલીમ સામે 15 ગુના દાખલ કરવામાં આવ્યા છે, 3 વાર પાસા અને 1વાર તડીપાર કરાયો છે. જ્યારે નિકુંજને 2 વાર પાસા કરાયો છે. બંને તપાસમાં સહકાર આપતા નથી.
  • આરોપીઓ નેપાળના પોખરા શહેરમાં રોકાયા હોવાથી કોણે આર્થિક મદદ કરી એ પણ જાણવાનું છે.
  • લાલુ ઝાલીમ સામે ૨૪ અને નિકુંજ સામે ૧૫ ગુના નોંધાયેલા છે.

કુખ્યાત લાલુ ઝાલીમ સામે સુરતના અમરોલી, કતારગામ, ઉધના, સુરત રેલ્વે, ઓલપાડ ડીસીબી, લીંબાયત, સચિન પોલીસ મથકમાં આમર્સ એકટ, ધમકી, મારામારી, જેવા ગંભીર ગુનાઓ દાખલ છે. જયારે નિકુંજ સામે ૧૫ ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ Jamnagar: સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ