Rain pic

Weather update: આ તારીખથી વરસાદનું ગુજરાતમાં આગમન, હવામાન વિભાગે કરી આગાહી

Weather update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે તા.૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે

ગાંધીનગર, 07 જુલાઇઃ Weather update: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં૦૪ મી.મી. વરસાદ નોધાયો હતો. રાજયમાં અત્યાર સુઘી તા.૦૬/૦૭/૨૦૨૧ અંતિત ૧૨૨.૯૪ મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૧૪.૬૪% છે

IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ (Weather update)પડ્યો છે જયારે તા.૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા.૦૫/૦૭/૨૦૨૧ સુધીમાં અંદાજીત ૪૦.૫૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૪૦.૮૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯% વાવેતર થયુ છે.


સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૩૯,૭૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૧.૮૪% છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૦૫,૪૪૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૮૬% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૦૩ જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૩ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ ૦૫ જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત,૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ (Weather update) અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra: આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કર્યો, ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યુ સૂચન