turmeric benefit

Turmeric Use for Face: ચહેરા ઉપર ચમક લાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

Turmeric Use for Face: જો તમારા ચહેરા ઉપર પીમ્પલ્સની સમસ્યા હોય તો આના માટે તમે હળદર ને શેકીને તેની પેસ્ટ બનાવી શકો છો

લાઈફ સ્ટાઇલ, 13 જૂનઃ Turmeric Use for Face: ચમકદાર અને ડાઘ વગરનો ચહેરો મહિલાઓને ખૂબ જ ગમતો હોય છે. મહિલાઓ પોતાની સ્કિન માટે ઘણા બધા પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. કેમિકલ યુક્ત પ્રોડક્ટર ના ઉપયોગથી ત્વચાને ઘણી વખત નુકસાન થાય છે. આ નુકસાનને કારણે ચહેરા ઉપર દાગ ધબ્બા પણ થઈ જાય છે.

એટલા માટે ચહેરા ઉપર નેચરલ વસ્તુઓનો ઉપયોગ ફાયદાકારક હોય છે. હળદર નો ઉપયોગ દરેક રસોઈમાં થાય છે. એમાં ઘણા બધા અદભુત ગુણો હોય છે. જો તમે હળદરનો ઉપયોગ ત્વચા માટે કરશો તો એનાથી તમને વિશેષ ફાયદો મળશે. હળદરને શેકીને તેનો ઉપયોગ કરી શકાય છે. આવું કરવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. આજે અમે સ્કીન માટે હળદરના ઉપયોગ વિશે બતાવીશું.

જો તમારા ચહેરા ઉપર પીમ્પલ્સની સમસ્યા હોય તો આના માટે તમે હળદર ને શેકીને તેની પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટનો ઉપયોગ ચહેરા ઉપર કરી શકો છો. આવું કરવાથી પીમ્પલ્સ માટેના બેક્ટેરિયા મરી જાય છે અને તમને સુંદર ત્વચા મળે છે.

હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે. જે પીમ્પલ્સને દૂર કરવા માટે ઉપયોગી હોય છે. જો તમારા ચહેરા ઉપર પીગમેન્ટેશન હોય તો તેને દૂર કરવા માટે પણ હળદરનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. હળદરને શેકીને તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવવાથી ટૈનિંગને પણ દૂર કરી શકાય છે.

તડકાને કારણે ચહેરા અને ગરદનના કાળાપાણા ને દૂર કરવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરના ઉપયોગથી તમારા ચહેરાની રંગત માં સુધારો થાય છે. આથી તમે પણ હળદર ને શેકીને તેનો ઉપયોગ જરૂર કરો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ પણ વાંચો… Juhu beach drown: બહુ ભારે પડી બેદરકારી, મુંબઈના જુહું બીચ પર 6 યુવકો દરિયામાં ડૂબ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો