181 Women helpline

સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચે સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ

181 helpline

દવા બનાવતી કંપનીના સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચેની ગેરસમજ દૂર કરી સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ

સુરત, ૨૬ સપ્ટેમ્બર: સુરત ૧૮૧ મહિલા અભયમ ટીમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચે ગેરસમજ દૂર કરી સમસ્યાનું સમાધાન કરાવ્યું છે.

૧૦૮ ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ઘટનાની વિગત એવી છે કે, સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક પિડીત મહિલાએ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું કે, તેઓ એક દવા બનાવતી કંપનીમાં કામ કરે છે જયાં  સુપરવાઈઝર ભાઈ હેરાન કરે છે તેમ કહી મદદની માંગણી કરી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચી હતી.  પીડિત મહિલા કંપનીમાં એક માસથી દવા પેકિંગનું કામ કરે છે. જેમના જણાવ્યા અનુસાર સુપરવિઝન કરતા ભાઈ  તેમને પરેશાન કરે છે. મહિલા બપોરના ભોજનના સમયે ઘરે ફોન કરી નાના દીકરા સાથે વાતચીત કરતા હોય છે તો સુપરવાઈઝર પિડીત મહિલાને બીજે પ્રેમ સબંધ છે તેવું કહીને હેરાન કરે છે. સૌભાગ્ય મહિલાના પ્રતિક સમા ચિન્હ  બંગડી, બિંદી, મંગલસૂત્ર વગેરે લગાવી ફેક્ટરીમાં કામ કરવા જાય છે ત્યારે સુપરવાઇઝર બીજા કર્મચારીની હાજરીમાં પિડીત મહિલાને વારંવાર અપમાનિત કરી સાદગીથી ફેક્ટરીમાં આવવાનું કહે છે. ઉપરાંત, પિડીત મહિલાએ ઓવરટાઈમ ન કરે તો કામ પર રાખવાની ના પાડે છે.

loading…

આ સમસ્યાનો ઉકેલ લાવવા અભયમ મહિલા ટીમે સ્થળ પર જઈ પીડિત મહિલા અને સુપરવાઈઝરને સમજાવવા પ્રયત્ન કર્યો. સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર કંપનીમાં દવા બને છે કર્મચારી શ્રુંગાર કરી આવે તેની દવા પેકિંગ વખતે તકલીફ થાય અને નખ પર નેલપોલીશ હોય તો પણ દવા પર સાઈટ ઇફેક્ટ થાય તેથી તેમણે કંપનીના નિયમનું પાલન કરવું જોઈએ. આથી મહિલા કર્મચારી શ્રુંગાર કરી ન આવે તે હિતાવહ હોય, જેના માટે ટકોર કરવામાં આવી હોવાનું જણાવે છે.

૧૦૮ મહિલા અભયમ ટીમે સુપરવાઇઝર અને મહિલાની વાત સાંભળી ગેરસમજ દૂર કરી હતી. સુપરવાઈઝરને મહિલા કર્મચારીઓની ગરિમા સચવાઈ રહે તે રીતે સભ્યતાપૂર્વક વર્તન જાળવવા પણ ટકોર કરી હતી. અભયમ ટીમે સમજાવી મામલો શાંતિપૂર્વક પાર પાડી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું