Covid 19 Booster Shot

About corona booster dose: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી મોટી જાહેરાત, કોરોનાના બીજા અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળાને લઇ કહી આ વાત

About corona booster dose: આરોગ્ય વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હી, 06 જુલાઇઃ About corona booster dose: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકોના કોવિડ-19ના બુસ્ટર ડોઝને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે. 

હાલના તબક્કે કોરોના વાયરસના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો તફાવત 9 મહિના છે, જે હવે પેનલની સલાહથી ઘટાડીને સરકારે 6 મહિના કર્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ Heavy rainfall forecast in Gujarat: રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પૂર્ણ, આ છે સરકારની તૈયારી

ભારતમાં હાલ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે જેથી હવે સરકારે કોવિડ વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની ફરજ પડી છે. રસીકરણ મુદ્દે નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુટેશને આ અંતર ઓછું કરવાની ભલામણ કરી શકે છે, જે અંગે 29 એપ્રિલે બેઠક મળી હતી. 

ICMRની તપાસમાં જાણવા મળ્યું છે કે શરૂઆતના રસીકરણથી આશરે છ મહિના પછી એન્ટી બોડીનું સ્તર ઓછું થવા લાગે છે. બૂસ્ટર ડોઝ આપવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. તપાસના આધાર પર હવે રસીસરણના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝના વચ્ચેનું અંતર નવ મહિનાથી ઘટાડીને 6 મહિના કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Board Exam Pattern changed: ગુજરાત બોર્ડે ધો.9થી 12 માટે એક્ઝામ પેટર્ન બદલી, હવે આ રહેશે પેપર સ્ટાઇલ- વાંચો વિગત

Gujarati banner 01