Homepage Bureas RIFD

મોટા સમાચારઃ હવે પોતાની માતૃભાષા થઇ શકશે એન્જિનિયરિંગ, AICTE એ 8 ભાષાઓમાં અભ્યાસની આપી છૂટ- વાંચો સંપૂર્ણ અહેવાલ

એજ્યુકેશન ડેસ્ક, 29 મેઃ ફક્ત અંગ્રેજી ભાષાના કારણે જે લોકો એન્જિનિયરિંગન હતા કરી શકતા તેઓ માટે સારા સમાચાર છે.ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા અભ્યાસ માટે અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓને માન્યતા આપી છે. AICTE એ 8 પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગના અભ્યાસની છૂટ આપી છે. AICTE એ આપેલી છૂટ મુજબ હવે ભવિષ્યમાં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં કરી શકશે.

Whatsapp Join Banner Guj

એન્જિનિયરિંગનો અભ્યાસ અંગ્રેજી સિવાય ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી, તેલગુ, કન્નડ, મરાઠી અને મલયાલમ જેવી ભાષાઓમાં પરવાનગી મેળવી કોલેજોમાં કરાવી શકાશે. કોઇપણ કોલેજ કે જેની પાસે એક્રેડેશન ના હોય તેને પણ પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે મંજુરી આપી શકાશે. જો કે ગુજરાતમાં હજુ એકપણ કોલેજ તરફથી પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવા માટે પરવાનગી લેવામાં આવી નથી.

ADVT Dental Titanium

ભવિષ્યમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે AICTE વધુ 11 ભાષાઓને પણ માન્યતા આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશભરની કોલેજોમાં એન્જિનિયરિંગની બેઠકો વધી પરંતુ દર વર્ષે મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા પ્રાદેશિક ભાષાઓને છૂટ આપવામાં આવી છે. અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને ખાલી રહેતી એન્જિનિયરિંગની બેઠકો વધુમાં વધુ ભરાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈ કોલેજ પરવાનગી માગશે તો આવતા વર્ષથી ગુજરાતીમાં એન્જિનિયરિંગનો કોર્ષ શરુ કરવાની પરવાનગી આપવામાં આવશે. AICTE એ તજજ્ઞોના માધ્યમથી એન્જિનિયરિંગના અભ્યાસક્રમનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી લીધો છે.

આ પણ વાંચો…..

IPL 2021: ક્રિકેટના રસીકો માટે સારા સમાચાર, બાકી રહેલી મેચ હવે યુએઇમાં રમાશે, BCCI એ કરી જાહેરાત