Announces Haj 2022

Announces Haj 2022: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી નકવી દ્વારા હજ 2022ની જાહેરાત, ભારતીય હજ યાત્રીઓ ‘વોકલ ફોર લોકલ’ને કરશે પ્રમોટ

Announces Haj 2022: હજ 2022 માટે 1 નવેમ્બરથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ; છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022

નવી દિલ્હી, 01 નવેમ્બરઃ Announces Haj 2022: હજ 2022 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 નવેમ્બર,2021થી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય લઘુમતીબાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ સોમવારે મુંબઈના હજ હાઉસ ખાતેથી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હજ 2022 નોંધપાત્ર સુધારાઓ તથા વધુ સુવિધાઓ સાથે યોજાઇ રહી છે.


યાત્રાની જાહેરાત(Announces Haj 2022) કરતા, મંત્રીએ કહ્યું કે, “સમગ્ર હજ પ્રક્રિયા 100 ટકા ઓનલાઇન રહેશે. લોકો ઓનલાઇન અરજી કરી શકે છે તેમજ આધુનિક સુવિધાઓ વડે સજ્જ ‘હજ મોબાઇલ એપ’ દ્વારા પણ અરજી કરી શકે છે. હજ 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી,2022 છે. આ ઍપને ‘હજ ઍપ ઇન યોર હેન્ડ’ ટેગલાઇન સાથે અપગ્રેડ કરવામાં આવી છે. તેમાં ઘણી નવી ખુબીઓ છે જેમાં વારંવાર પૂછાતા પ્રશ્નો, અરજી ફોર્મ ભરવા માટેની માહિતી અને અરજીકર્તાઓને અત્યંત સરળ રીતે ફોર્મ ભરવા માટે માહિતી આપતા વિડીયોનો સમાવેશ થાય છે.”

વોકલફોરલોકલ

મંત્રીએ કહ્યું કે આ વખતે ભારતીય હજ યાત્રીઓ “વોકલ ફોર લોકલ”ને પ્રમોટ કરશે, સ્વદેશમાં બનાવાયેલા ઉત્પાદનો સાથે હજ પર જશે. અગાઉ હજ યાત્રીઓ વિદેશી ચલણ ચૂકવીને સાઉદી અરેબિયામાંથી બેડ શીટ્સ, ઓશિકા, ટોવેલ્સ, છત્રીઓ તથા અન્ય ચીજવસ્તુઓ ખરીદતા હતાં. આ વખતે મોટા ભાગની આ સ્વદેશી ચીજવસ્તુઓ ભારતમાં જ ભારતીય ચલણ ચૂકવીને ખરીદવામાં આવશે. ભારતમાં આ ચીજવસ્તુઓ સાઉદી અરેબિયાની તુલનાએ આશરે પચાસ ટકા ઓછાં ભાવે ઉપલબ્ધ થશે, તેનાથી “સ્વદેશી” અને “વોકલ ફોર લોકલ”ને પણ પ્રોત્સાહન મળશે. આ તમામ ચીજવસ્તુઓ હજ યાત્રીઓને ભારતમાં તેમના સંબંધિત પ્રારંભ બિંદુઓ ખાતેથી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Hazira cruise service will start: 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે- વાંચો વિગત

નક્વીએ કહ્યું કે દાયકાઓ સુધી હજ યાત્રીઓ સાઉદી અરેબિયામાંથી આ તમામ ચીજવસ્તુઓ વિદેશી ચલણ આપીને ખરીદતા હતાં. રસપ્રદ વાત એ છે કે, આ પૈકીની મોટા ભાગની ચીજવસ્તુઓ “મેડ ઇન ઇન્ડિયા” હતી, જેને વિવિધ કંપનીઓ ભારતથી ખરીદતી હતી અને સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને બમણાં અથવા ક્યારેક ત્રણ ગણા ભાવે વેચતી હતી. નક્વીએ કહ્યું કે એક અંદાજ પ્રમાણે આ વ્યવસ્થાના લીધે ભારતીય હજ યાત્રીઓના કરોડો રૂપિયા બચી જશે. ભારત દર વર્ષે 2 લાખ હજ યાત્રીઓ મોકલે છે.

કોવિડ-19નાસંપૂર્ણરસીકરણનાઆધારેપસંદગી

નક્વીએ કહ્યું કે હજ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રસીકરણ અનુસાર હાથ ધરાશે. ભારતીય તથા સાઉદી અરેબિયાની સરકારો દ્વારા હજ 2022ના સમયગાળા દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલ્સને નજર સમક્ષ રાખીને બંને ડોઝ તથા રૂપરેખાઓ અને માપદંડો નિર્ધારિત કરાશે.


નક્વીએ કહ્યું કે કોવિડ મહામારીના પડકારો સંબંધિત તમામ પાસાઓને નજર સમક્ષ રાખીને લઘુમતી બાબતોના મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, વિદેશી બાબતોના મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, હજ કમિટી ઓફ ઇન્ડિયા, સાઉદી અરેબિયા ખાતેના ભારતીય એલચીની કચેરી અને જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સુલ જનરલ તેમજ અન્ય એજન્સીઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ હજ 2022ની આખી પ્રક્રિયાને ઘડવામાં આવી છે.

હજ મોબાઇલ ઍપ અહીંથી ડાઉનલોડ કરી શકાશે : https://play.google.com/store/apps/details?id=com.hajapp.hcoi

સાઉદી અરેબિયાની સરકાર દ્વારા પૂરી પડાતી હજ સંબંધિત સેવાઓ અહીંથી જાણી શકાશે : https://www.haj.gov.sa/en/InternalPages/Details/10234

Whatsapp Join Banner Guj