Sardar nagar sweeper

Sardarnagar sweeper problem: દિવાળી પહેલા જ સરદારનગરના સફાઈ કામદારોના ઘરે સર્જાયું અંધારું

Sardarnagar sweeper problem: દિવાળી પહેલા જ એએમસીએ સફાઈ કામ કરાવ્યું બંધ

અમદાવાદ, ૦૧ નવેમ્બર: Sardarnagar sweeper problem: દિવાળી એટલે અંધકાર પર અજવાળાંનો વિજય,પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર ઝોનના અધિકારીઓના મૌખિક આદેશથી સરદારનગરના સફાઈ કામદારના પરિવારોમાં હવે અંધકાર સર્જાયો છે.છેલ્લાં સાત દિવસથી માત્ર મૌખિક આદેશ થકી જ શહેરના અત્યંત વીવીઆઈપી ગણાતા અમદાવાદ એરપોર્ટથી પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરના પ્રવેશ દ્વાર સુધીના માર્ગનું સફાઈ કામ બંધ કરાવી દેવામાં આવ્યું હોવાન અહેવાલ છે.

Sardarnagar sweeper problem: પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફના રોડની બંને તરફ છેલ્લા પંદરેક વર્ષથી સફાઈની કામગીરી RWA NGO activities ચાલતી હતી‌.આ માર્ગ પર દેશ વિદેશના વડાઓ તેમજ દેશના વડાપ્રધાન સહિત અનેક અનેક મહાનુભાવો ગુજરાત પ્રવાસ દરમિયાન પસાર થતા હોય છે.

Sardarnagar sweeper problem: ત્યારે આ ‌વીવીઆઇપી રોડની સફાઈ કરતી સંસ્થાને કોઈ પણ કારણ વિના સફાઈ કામ બંધ કરી દેવાનો મૌખિક આદેશ સરદારનગર વોર્ડના આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે જેના પગલે માત્ર દસ પાર્ટ ટાઇમ કામદારોથી થતી સફાઈની કામગીરી રાતોરાત મૌખિક આદેશ દ્વારા રીતે બંધ કરી દેવામાં આવતા છેલ્લા પંદર વર્ષથી પાર્ટ ટાઇમ કામગીરી કરી રોજગાર મેળવતા સફાઈ કામદારોના ઘરે દિવાળી પર્વ પર જ અંધકાર છવાઇ ગયો છે.

આ પણ વાંચો: Ticket checking income: અમદાવાદ ડિવિઝનને ટિકિટ ચેકિંગમાંથી કરોડો રૂપિયાની કમાણી

છેલ્લાં ૧૫ વર્ષથી રાજ્યના સૌથી વીવીઆઈપી માર્ગ પર સફાઈ કામ કરી રહેલા કામદારોના જણાવ્યા અનુસાર માત્ર મૌખિક આદેશ થકી રોજગારી છીનવી લેવામાં આવી છે અને વિના વાંકે દિવાળીના દિવસોમાં NGO activities સંસ્થાને બંધ કરી પાર્ટ ટાઇમ જોબ સફાઈ કરીને રોજી રોટી રળતાં કામદારોના પેટ પર લાત મારીને ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના અધિકારીઓ રોજગારી આપવાની જગાએ રોજી રોટી છીનવી લેતા રસ્તે રઝળતા કામદારો થતાં તેમના બાળકો દિવાળી જેવા તહેવારમાં સફાઈ નું કામ બંધ કરવાનું કારણ કહેતાં નથી.

અન્ય એક સફાઈ કામદારે કહ્યું હતું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીએ ૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન ૨.0 શરુ કરાવ્યું છે ત્યારે તેમના માદરે વતન ગુજરાત અને કર્મભૂમિ અમદાવાદમાં મૌખિક આદેશ સફાઈ કામદારોની રોજગારી છીનવી લેવી કેટલા અંશે વ્યાજબી છે. અન્ય એક સફાઈ કામદારે કહ્યું હતું કે ૧૫ વર્ષ થઇ ગયા પણ ‌આટલા વર્ષો માં કયારેય સ્થાનિક લોકો કે રાજકારણીઓની ફરિયાદ ના હોવા છતાં તેમજ રોડ હંમેશાં ચોખ્ખા રાખવામાં RWA NGO activities સંસ્થા સફળતા મળેલ કેટલાય હેલ્થ ઓફિસર બદલાઈ ગયા પરંતું ક્યારેય ફરિયાદ ના હોવા છતાં.

હાલના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સરદારનગર ઉતરઝોન અધિકારીઓ એ સફાઈ નું કામ બંધ કરાવ્યું છે જે ખુબ દુઃખદાયક છે રોજગારી આપવાની જગાએ રોજી રોટી છીનવી લેવાનું ઉતરઝોન અધિકારીઓ દ્વારા ‌તે દુઃખદાયક છે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સરદારનગર ઉતરઝોન અધિકારીઓ કંઇ પણ રજૂઆતો સાંભળવા તૈયાર નથી આટલાં વર્ષો થી કામગીરી કરતી સંસ્થા ના કામદારોને અન્યાય કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj