A320 Vistara e1467692907561 916x515 916x515 916x515 1

શું તમે ફરવા જવાનું વિચારી રહ્યાં છો?, તો વિસ્તારા એરલાઇન્સ આપી રહી છે ખાસ ઓફર

A320 Vistara e1467692907561 916x515 916x515 916x515 1

નવી દિલ્હી, 09 જાન્યુઆરીઃ વિસ્તારા એરલાઈન્સે પોતાની છઠ્ઠી વર્ષગાંઠ પર મુસાફરો માટે મોટી ઓફર લઈને આવી છે. કંપનીની ‘ધ ગ્રાન્ડ 6 એનિવર્સરી સેલ’ અંતર્ગત મુસાફરોને દેશ માટે ઇકોનોમી ક્લાસ ટ્રિપ્સ માટે 1299 રૂપિયામાં એર ટિકિટ બુક કરવાની તક મળશે.

ત્યારે પ્રીમિયમ ઇકોનોમી ટિકિટ બુકિંગ રેટ 2099 રૂપિયાથી અને બિઝનેસ ક્લાસ બુકિંગ રેટ 5999 રૂપિયાથી શરૂ થાય છે. જો કે, આ ઓફર અંતર્ગત મુસાફરો આજે અને કાલે એટલે કે 8 અને 9 જાન્યુઆરીએ જ ટિકિટ બુક કરાવી આ ઓફરનો લાભ લઈ શકશે. આ ઓફર અંતર્ગત મુસાફરો 25 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર સુધી ઓછા ભાવે દેશમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકે છે. આ ઓફર હેઠળ, તમે 8 જાન્યુઆરી 2021 ના ​​00.01 કલાકથી લઈ 9 જાન્યુઆરી 23:59 કલાક સુધીમાં એર ટિકિટ બુક કરાવી શકશો.

ErNZUgaW8AEqTiv

વિસ્તારાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બગડોગરાથી ડિબ્રુગઢ સુધીનો ઈકોનોમી ફેર 1496 રૂપિયા, પ્રીમિયમ ઇકોનોમી ફેર 2099 રૂપિયા અને બિઝનેસ ક્લાસ ફેર 5999 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારે દિલ્હીથી લખનૌ સુધીના ઇકોનોમી ક્લાસનું ભાડુ રૂ .1846,પ્રીમિયમ ક્લાસનું ભાડું રૂ .3096 અને બિઝનેસ ક્લાસ ભાડું 11,666 રૂપિયાથી શરૂ થાય છે.

Whatsapp Join Banner Guj

જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન્સ આગામી મહિનામાં દિલ્હીથી જર્મનના ફ્રેન્કફર્ટ માટે ફ્લાઈટ શરૂ થશે. કંપનીએ ગુરુવારે કહ્યું કે, 18 ફેબ્રુઆરી 2021 થી તે દિલ્હીથી ફ્રેન્કફર્ટ સુધીની ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ ગુરુવાર અને શનિવારે ઉપલબ્ધ હશે. આ સેવા B787-9 વિમાન દ્વારા આપવામાં આવશે. વિસ્તારાનું દિલ્હી-ફ્રેન્કફર્ટ રાઉન્ડ ટ્રીપ ભાડુ ઇકોનોમી ક્લાસ માટે રૂ., 53,499, પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ માટે 82,599, બિઝનેસ ક્લાસ માટે રૂ. 149,899 હશે.

આ પણ વાંચો…

ધો-10-12ની બોર્ડ પરીક્ષાર્થીની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા જ વિદ્યાર્થી રહેશે હાજર