Drone

બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો વધુ એક સપાટો,ભુમાફિયાઓ માં ફેલાયો ફફડાટ. જાણો વિગત…

ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાની મદદથી ખનીજ ચોરી ઝડપી પાડી..

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા સતત બીજા દિવસે પણ મેગા દ્રાઈવ કરી ડ્રોન કેમેરાની મદદથી બે જગ્યાએ ખનીજ ચોરી ઝડપી પાડી રૂ 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ..

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ના માર્ગદર્શન હેઠળ સતત બે દિવસ રાત દિવસ ઉજાગરા કરી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં પ્રસંસા થઈ રહી છે.

બનાસકાંઠા, ૩૧ ડિસેમ્બર: ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાની સૂચના અને આદેશ થતાંજ બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશી એ તેમની ટીમને માર્ગદર્શન આપતા પ્રથમ દિવસે રાત્રે આઠ ડમ્પર ઝડપી રૂ બે કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ ગતરોજ ફરી વહેલી સવારે ભૂસ્તર અધિકારી ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગ ની ટિમ જેમાં શક્તિદાન ગઢવી, મેહુલ દવે અને વિરેન્દ્રસિંહ સોલંકી જેઓ દાંતીવાડા અને ડીસામાં ખનીજ ચોરી ની ફરિયાદો ને ધ્યાને લઈને ડ્રોન કેમેરાની મદદથી દાંતીવાડા ના આકોલી ગામે સીપૂ નદીના પટ માંથી સાદી રેતી ભરીને જતા રોયલ્ટી પાસ વગરના બે ટ્રેકટર ઝડપી પાડેલ

whatsapp banner 1

અને રૂ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંથાવાડા પોલીસ ને સુપ્રત કરેલ જ્યારે ડીસાના વિરુણા ગામે તળાવ માં બિનધિકૃત ખોદકામ થતું હોવાની ફરિયાદ મળતા ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેકટર મળી આવેલ અને બિનધિકૃત ખોદકામ કરતા હોઇ રૂ 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિરુણા પંચાયત ને સુપ્રત કરેલ. આમ વધુ એક જ દિવસમાં ડ્રોન કેમેરાની મદદથી રૂ 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડેલ..

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ હવે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા ખનીજ ચોરી જડપવાનું શરૂ કરતાં ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *