Vishva Bharti Sthapana Divas 2

શાંતિનિકેતન “વિશ્વભારતી” સ્થાપનાદિનની ૧૦૧મી ઉજવણમાં “કલા પ્રતિષ્ઠાન “દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયું

Vishva Bharti Sthapana Divas

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૧૫ સપ્ટેમ્બર:જાણીતા કવિ ,સાહિત્યકાર -લેફ્ટનન્ટ ડો.સતિશચંદ્ર વ્યાસ લિખિત “રવીન્દ્રનાથનો વૈભવ” કલાગ્રંથ ભાગ-30 નો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન લોકાર્પણ સમારોહ જામનગર ખાતે ખૂબ ઉત્સાહભેર સંપન્ન થયો ……..આ લોકાર્પણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલાગ્રંથ ના સર્જક શ્રી ડો. સતિષશચંદ્ર વ્યાસને અભિવાદન માનપત્ર, સાલ- સરપાવ અર્પણ કરીને કલાપ્રતિષ્ઠાન વતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભિવાદન સાથે કલાગ્રંથ લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી….. વૈદિક મંત્રોચ્ચાર સાથે સમારંભનો દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા જામનગરના જાણીતા આંખના સર્જન ,ફોટોગ્રાફર અને કલા સમીક્ષક શ્રી ડો. પિયુષભાઈ માટલીયા સાહેબે જણાવ્યું હતું કે “કલા પ્રતિષ્ઠાન સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. કલા પ્રતિષ્ઠાન પારંપરિક કલાની યુનિવર્સિટી છે.. અશ્વમેઘ જેવું કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે…

કલાગ્રંથના લોકાર્પણ કરતા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્ય વિવેચન પૂજ્ય લાભશંકર પુરોહિતે કલા ગ્રંથ નું લોકાર્પણ કરીને જણાવ્યું હતું કે “શબ્દ- કલા અને સાહિત્ય પર વિવેચના કરી કલા પ્રતિષ્ઠાનના કાર્યને “શબ્દ સૂર્ય” યજ્ઞ સાથે સરખાવીને જણાવ્યું હતું કે કલા અને કલાકારો નું સંવર્ધન કરતી.. કીર્તિની ખેવના રાખ્યા વગર કામ કરતી કલા પ્રતિષ્ઠાન જેવી સંસ્થા આજના દેશકાળમાં બીજી કોઇ મારા ધ્યાનમાં નથી …આ સંસ્થા કલાકારોના તેજ ને પારખી તેમની કલાને સંગૃહિત કરી સમાજમાં યોગ્ય સ્થાને મૂકે છે તે ગૌરવપૂર્ણ ઘટના છે… આ સંસ્થાની સાધનશુદ્ધિ ખૂબ જ પવિત્ર છે… તેના માટે આ સંસ્થાના હોદ્દેદારો અને અધ્યક્ષ રમણીક ઝાપડીયા… સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે.. શબ્દના ઉપાસક ડો. સતિશચંદ્ર વ્યાસને સાલ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા….

Vishva Bharti Sthapana Divas 2

સમારંભના અધ્યક્ષ જામનગરના અધિક કલેકટર અને કલાવિદ્ રાજેન્દ્ર સરવૈયા માનપત્ર અર્પણ કરીને જણાવ્યું હતું કે “કલા પ્રતિષ્ઠાન ની સમગ્ર ટીમ ગુજરાતના છેવાડાના ગામડા સુધીના કલાકારોની કલાને સંવર્ધિત કરીને આત્મસન્માન અને ગૌરવ સાથે પ્લેટફોર્મ પૂરું પાડીને.. પ્રોત્સાહિત કરીને.. ઉમદા કાર્ય કરી રહી છે ત્યારે આ પ્રસંગે કલાગ્રંથ ના સર્જક અને સંસ્થા બંને અભિનંદનને પાત્ર છે” તેમ જણાવીને અભિલાષા પ્રગટ કરી હતી ….આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર આપતાં ડો. સતિશચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે ભારતીય કલા સંસ્કૃતિના પ્રસાર- પ્રચાર કરીને કલાનુ સંવર્ધન કરનાર કલાપ્રતિષ્ઠાન કલાસંસ્થા અને સંસ્થાના સમર્પિત સવાહકો દ્વારા “રવીન્દ્રનાથનો કલાવૈભવ “ગ્રંથે મારા જીવનમાં સાચા અર્થમાં વૈભવી કાર્ય કરાવ્યું છે આ કલાગ્રંથોનું મૂલ્ય- અમૂલ્ય લખીને -વેચવું નહીં, પણ વહેંચવાનો ઉમદા ભાવ રાખીને કલા પ્રતિષ્ઠાને ભારતીય કલા સંસ્કૃતિને મૂલ્યવાન ગણી છે તેનો મને અનહદ રાજીપો છે… ભાવવિભોર બનીને લાગણી વ્યક્ત કરીને આભાર માન્યો હતો

loading…

આ પ્રસંગે પ્રકાશન કાર્યમાં સહયોગી બનેલા ચિત્રકાર કાંતિશેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશન ના દિપકભાઈ શ્રોફ ..અમીબેન શ્રોફ સાથે કાંતીકાકાના આશીર્વાદના શુભેચ્છા સંદેશનું વાંચન કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી… સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરસ્વતી એજયુકેશન ટ્રસ્ટના અમિત ભાઈ ચોવટીયા એ કર્યું હતું અને વ્યવસ્થાપન નું સંકલન જામનગર કલા પ્રતિષ્ઠાનની કમિટીના સદસ્ય ચિત્રકાર આનંદ શાહ અને ફોટોગ્રાફર કિશોરભાઈ પીઠડીયા એ કરીને સમગ્ર કાર્યક્રમને ગરિમા બક્ષી હતી .