Corona vaccination awareness: સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં હેલ્થકેર વર્કરો માટે કોરોના રસીકરણના કાઉન્સેલીંગ સેશનનું આયોજન કરાયુ

Corona vaccination awareness

Corona vaccination awareness:કોરોના રસીકરણ જાગૃતિ માટે ઝુંબેશ હાથ ધરાઇ

સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં હેલ્થકેર વર્કરો માટે કોરોના રસીકરણના કાઉન્સેલીંગ સેશનનું (Corona vaccination awareness) આયોજન કરાયુ

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૧૩ ફેબ્રુઆરી: Corona vaccination awareness: કોરોના મહામારીનો અંત લાવવા વેક્સિન ખૂબ જ જરૂરી છે.સમગ્ર ગુજરાતમાં કોરોના રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. હેલ્થકેર વર્કરો અને કોરોના ફ્રંટલાઇન વોરીયર્સ ઉત્સાહભેર રસીકરણ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 16 મી જાન્યુઆરી થી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઇ છે જેમાં હેલ્થકેર વર્કરોએ પોતે રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

Whatsapp Join Banner Guj

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં કોરોના રસીકરણ પ્રત્યેની ગેરસમજ , ગેરમાન્યતાઓ , ભ્રમણાઓ પ્રવર્તી રહી છે. કોરોનાની રસી સુરક્ષીત નથી, કોરોનાની રસીથી ગંભીર આડઅસર થાય છે તેવી અફવાઓમાં આવીને લોકોમાં કોરોના રસીકરણ માટે ગેરસમજ અને ભય ઉભો થઇ રહ્યો છે.

આ તમામ ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક ડૉ. ગીરીશ પરમાર અને આર.ડી.ડી. ઓફિસ અમદાવાદના ડૉ. સતીષ મકવાણા દ્વારા સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલ યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, કિડની હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તમામ હેલ્થ કેર વર્કરોમાં કોરોના રસીકરણ પ્રત્યે જાગૃકતા આવે તે (Corona vaccination awareness) કાઉન્સેલીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Corona vaccination awareness

ગ્રુપ સેશન દ્વારા વેક્સીન ન લેવા માટેના કારણો, ગેર માન્યતાઓ, પ્રવર્તમાન બીમારી વિશેની જાણકારી મેળવવામાં આવી અને ઉપસ્થિત અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા દરેક પ્રશ્નોની સ્પષ્ટતા કરવામાં આવી હતી જેના થકી ઉપસ્થિત હેલ્થકેર વર્કરો વેક્સિન લેવા મટે પ્રોત્સાહિત થયા હતા.
આ (Corona vaccination awareness) કાઉન્સેલીંગ સેશનમાં કોરોના વેક્સિનની ગુણવત્તા , અસરકારકતા, ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મંજુરી, વેક્સિન લેવી એ કૌટુંબીક અને સમાજ પ્રત્યેની પ્રાથમિક જવાબદારી અને વેક્સિનથી થતી સામાન્ય આડ અસર એ વેક્સીન યોગ્ય રીતે કાર્ય કરી રહી છે તે બાબતોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાઉન્સેલીંગ પ્રક્રિયા દ્વારા રસીકરણ પ્રત્યે જાગૃકતા કેળવીને મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કરો દ્વારા કોરોના રસીકરણ માટે સંપૂર્ણ સમંતિ દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો…Health tips:રોજ ખાલી પેટે પીઓ આ પીણુ, રોગ થશે દૂર