VDR dr yog

Doctor yoga practice: વડોદરાના અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિવિધ પ્રકારના યોગાસન ખૂબ સરળતા થી કરી શકે છે

Doctor yoga practice: યોગી બનવા માટે નહિ તો નિરોગી રહેવા માટે તો યોગ અવશ્ય કરો. એ વાતની પ્રતીતિ ડો.ઉદયની યોગ આધારિત ચુસ્તી,સ્ફૂર્તિ અને તંદુરસ્તી કરાવે છે.

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૧ જૂન:
Doctor yoga practice: કોરોનાને લીધે આજે લોકોએ ઘેર રહીને યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી.તેમાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત સામેલ છે જેમણે ,એક આસનમાં દશ યોગ મુદ્દાઓને સમાવી લેતા સૂર્ય નમસ્કાર આજે કર્યા હતા.એક વાતની નોંધ લેવી પડે કે આ તબીબ દાક્તરી જેટલી જ નિપુણતા યોગમાં ધરાવે છે અને વિવિધ પ્રકારના યોગાસનો ખૂબ જ સરળતાથી કરી શકે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

તેમણે જણાવ્યું કે તેઓ શક્ય હોય ત્યાં સુધી સવારમાં નિયમિત દોઢેક કલાક યોગ અને અન્ય વ્યાયામ કરે છે. પહેલા નિયમિતતા જળવાતી ન હતી પરંતુ કોરોના કાળ શરૂ થયો ત્યાર થી ખૂબ જ નિયમિત રીતે યોગ સાધના કરે છે. મારી શાળામાં યોગ શીખવાડતા હતા ત્યારથી મારો સંબંધ યોગ સાથે જોડાયો એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, (Doctor yoga practice) બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ દરમિયાન હું નજીકમાં આવેલી મહર્ષિ અરવિંદ સોસાયટી સંચાલિત યોગ સાધના વર્ગોમાં પદ્ધતિસર યોગ કરતો થયો.

Doctor yoga practice

એકાદ બે વર્ષ પહેલા ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં પ્રચલિત ફુનાબા માર્શલ આર્ટની ટીમ વડોદરામાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા આવી હતી.તેના ટીમ લીડર રણવીરસિંહ પાસેથી પણ સચોટ યોગની ખૂબ સારી ટિપ્સ મળી.

આ પણ વાંચો…Vaccination Campaign: અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણ વ્યાપક બન્યું

Doctor yoga practice: ભાવનગર યુનિવર્સિટીના શારીરિક વ્યાયામના દૂરંદેશી પ્રશિક્ષક જાડેજા સાહેબે યુનિવર્સિટીમાં યોગ અને વ્યાયામ નો અભ્યાસક્રમ શરૂ કરાવ્યો હતો.તેઓ કહેતા કે યોગી બનવા માટે નહિ તો નિરોગી રહેવા માટે તો યોગ અવશ્ય કરો. એ વાતની પ્રતીતિ ડો.ઉદયની યોગ આધારિત ચુસ્તી,સ્ફૂર્તિ અને તંદુરસ્તી કરાવે છે.