MS dhoni

IPL 2024: ધોની IPLના ઈતિહાસમાં 150 જીતનો હિસ્સો બનનાર પ્રથમ ખેલાડી, બીજા નંબરે છે આ ગુજરાતી ખેલાડી

IPL 2024: ધોનીએ બે બોલમાં અણનમ રહીને 5 રન બનાવ્યા. ધોનીને મેદાન પર આવતા જોઈને ચાહકોને લાગ્યું કે તેમના પૈસા વસૂલ થઈ ગયા છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 એપ્રિલઃ IPL 2024: MS ધોની IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ બે બોલમાં અણનમ રહીને 5 રન બનાવ્યા. ધોનીને મેદાન પર આવતા જોઈને ચાહકોને લાગ્યું કે તેમના પૈસા વસૂલ થઈ ગયા છે. હવે હૈદરાબાદ સામેની મેચ દ્વારા ધોનીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો:- Anti Israel Protest: અમેરિકાની 30 યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સતત વિરોધ પ્રદર્શન, 900 વિદ્યાર્થીઓની કરી ધરપકડ

ધોની IPLના ઈતિહાસમાં 150 જીતનો હિસ્સો બનનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ અત્યાર સુધી આ આંકડાને સ્પર્શી નથી શક્યા. હૈદરાબાદ સામેની મેચમાં ધોની એક ખેલાડી તરીકે 150મી IPL જીતનો હિસ્સો બન્યો હતો. આ દરમિયાન ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 135 જીત અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ માટે 15 જીતનો ભાગ હતો. ચેન્નાઈની ટીમ પર 2016 અને 2017 દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે ધોની રાઈઝિંગ પુણે સુપર જાયન્ટનો હિસ્સો બન્યો હતો.

સૌથી વધુ IPL મેચ જીતનારા ખેલાડી
MS ધોની- 150 જીત
રવીન્દ્ર જાડેજા- 133 જીત
રોહિત શર્મા- 133 જીત
દિનેશ કાર્તિક- 125 જીત
સુરેશ રૈના- 125 જીત

એમએસ ધોની અત્યાર સુધી IPL 2024માં અણનમ છે. કોઈ બોલર તેની વિકેટ નથી લઈ શક્યો. માહીએ અત્યાર સુધી સાત ઈનિંગ્સમાં બેટિંગ કરી છે જેમાં તેણે 259.46ના સ્ટ્રાઈક રેટથી 96 રન બનાવ્યા છે. ધોનીનો હાઈ સ્કોર 16 બોલમાં 36 રનનો રહ્યો છે, જે તેણે આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તેને બાકીની મેચોમાં કોઈ આઉટ કરી શકે છે કે પછી તે આખી સિઝનમાં અણનમ રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો